Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સો.મીડિયા પર દુબઈના ઠાઠ બતાવી વેપારીને ફસાવ્યો:ગોલ્ડન વિઝા અને EDનો નકલી લેટર બતાવી સુરતના વેપારીને ખંખેરતી ઠગ મહેતા દંપતીએ વેપારીને 89.59 લાખનો ચૂનો લગાવ્યો

    1 day ago

    સુરતના રીંગરોડ પર આવેલા જે.કે. ટાવરની સામે જરીવાળા હાઉસમાં રહેતા અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા સાગરકુમાર દિનેશચંદ્ર જરીવાલાને રોકાણના નામે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેસુના સનશાઇન એપાર્ટમેન્ટ તેમજ મુંબઈ ખાતે રહેતા ઠગબાજ બ્રિજેશ જશવંતલાલ મહેતા અને તેની પત્ની જાનકી બ્રિજેશ મહેતાએ વેપારી સાગરકુમારને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ઠગ દંપતીએ વેપારીને જમીન, શેરબજાર અને ગોલ્ડ બુલિયન જેવા હાઈ-રિટર્ન ક્ષેત્રોમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેઓએ દાવો કર્યો હતો કે, જો વેપારી આ ક્ષેત્રોમાં પૈસા રોકશે તો માત્ર 2 જ વર્ષમાં તેમની રકમ બમણી થઈ જશે. આ લોભામણી સ્કીમમાં આવીને સાગરકુમારે ઓગસ્ટ 2021થી ઓક્ટોબર 2023 દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓમાં તેમજ રોકડા સ્વરૂપે કુલ રૂપિયા 89,59,400 ચૂકવી દીધા હતા. દુબઈના ગોલ્ડન વિઝા અને EDના નકલી દસ્તાવેજોનો ખેલ આરોપી મહેતા દંપતીએ વેપારી સાગરકુમારનો વિશ્વાસ જીતવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પોતાને આર્થિક રીતે અત્યંત સક્ષમ અને પ્રતિષ્ઠિત સાબિત કરવા માટે બ્રિજેશ મહેતાએ વોટ્સએપ પર દુબઈના ગોલ્ડન વિઝા, ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટિકિટો, હોટલ બુકિંગ્સ, ટ્રેડ લાઈસન્સ અને વિદેશી બેંક ખાતાના સ્ટેટમેન્ટ્સ મોકલ્યા હતા. આટલું જ નહીં, પોતાની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય તે માટે તેઓએ ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નામે એક બનાવટી પત્ર પણ તૈયાર કર્યો હતો અને તે વેપારીને બતાવ્યો હતો. જોકે, લાંબો સમય વીતવા છતાં જ્યારે કોઈ વળતર ન મળ્યું, ત્યારે સાગરભાઈએ શંકાના આધારે EDની સત્તાવાર કચેરીમાં તપાસ કરાવી હતી. આ તપાસમાં EDનો પત્ર સંપૂર્ણપણે બોગસ અને નકલી હોવાનું બહાર આવતા વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પૈસાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી વાયદાની મુદત પૂરી થઈ જવા છતાં જ્યારે આરોપીઓ દ્વારા નફો કે મૂળ રકમ પરત આપવામાં ન આવી, ત્યારે સાગરકુમારે પોતાના નાણાં પાછા મેળવવા માટે મહેતા દંપતી પાસે કડક ઉઘરાણી શરૂ કરી હતી. નાણાં પરત આપવાના બદલે આરોપી બ્રીજેશ મહેતા પોતાની અસલી હેસિયત પર આવી ગયો હતો. તેણે સાગરકુમારને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને જો ફરીથી પૈસા માંગશે તો જાનથી મારી નાખવાની તેમજ ગંભીર પરિણામો ભોગવવાની ખુલ્લી ધમકી આપી હતી. દંપતીનો અસલી ચહેરો સામે આવ્યા બાદ અને સતત મળી રહેલી ધમકીઓથી કંટાળીને આખરે સાગરકુમાર જરીવાલાએ કાનૂની આશરો લેવાનું નક્કી કર્યું હતું. અઠવા પોલીસે ગુનો નોંધી ઠગ દંપતીની શોધખોળ આદરી પોતાની સાથે આયોજનબદ્ધ રીતે આચરવામાં આવેલી અંદાજે 90 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે સાગરકુમારે ગતરોજ અઠવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ બ્રીજેશ મહેતા અને તેની પત્ની જાનકી મહેતા વિરૂદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અઠવા પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ અન્ય કોઈ લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા મહેતા દંપતીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    માતાની નજર સામે ત્રણ વર્ષના દીકરાનું મોત:માતાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા, હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી
    Next Article
    કાલોલમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની જનસંપર્ક બેઠક:નાગરિકોની રજૂઆતો સાંભળી, ઝડપી નિરાકરણના સૂચનો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment