Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોધપુરમાં કન્સ્ટ્રકશન સાઈટની દીવાલ ધસી પડતા કાર ખાબકી:બિલ્ડરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો, મનપાએ રજાચિઠ્ઠી સ્થગિત કરવા કાર્યવાહી શરૂ

    4 days ago

    શહેરમાં વરસાદના કારણે અનેક જગ્યાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોધપુર વિસ્તારમાં સ્ટાર બજારની પાછળના ભાગે રેસીડેન્સિયલ કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ પડી હતી. જેના કારણે થઈને સોસાયટીની બાજુનો RCC રોડ પણ બેસી ગયો હતો અને ગાડી કન્સ્ટ્રકશન સાઈટના ખાડામાં પડી ગઈ હતી. કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ પડવાના કારણે રોડ બેસી ગયો હતો જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ત્રિનયંગ અનધ નામની કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ બંધ કરાવીને નોટિસ આપવાની તેમજ રજા ચિઠ્ઠી સ્થગિત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. દીવાલ ધસી પડ્યા બાદ રોડ બેસી જતા કાર ખાડામાં ખાબકી મળતી માહિતી મુજબ શહેરના જોધપુર વિસ્તારમાં સ્ટાર બજારની પાછળ બેઝમેન્ટ અને 10 માળની ત્રિનયંગ અનધ નામની રેસીડેન્સિયલ કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે. ગઈકાલે 5 જુલાઈના રોજ રાત્રે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે સવારના સમયે કન્સ્ટ્રક્શન સાઇટની બનાવેલી ડાયાફાર્મ ધસી પડી હતી. જેના કારણે આ જગ્યાએ આરસીસી રોડ તથા નજીકમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈન પણ તૂટી ગઈ હતી. આ જગ્યાએ રોડ બનાવવાની કામગીરી અગાઉ આશરે ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. જે કન્સ્ટ્રકશન સાઈડની દિવાલ પડવાના કારણે તૂટ્યો હતો. મનપાએ નોટિસ આપી રજાચિઠ્ઠી સ્થગિત કરવા કાર્યવાહી શરૂ દીવાલ ધસી પડી ત્યારે તેની બાજુમાં જ રોડ ઉપર એક ગાડી પડી હતી જે દીવાલ અને રોડ તૂટી જવાના કારણે સીધી કન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં પડી હતી. દીવાલ ધસી પડવાના કારણે ગાડી ખાડામાં પડતા તેને નુકસાન થયું હતું. કન્સ્ટ્રક્શન સાઇટની દીવાલ પડી હોવાના કારણે રોડ તૂટી ગયો અને ડ્રેનેડ લાઈન તૂટી ગઈ હોવાથી એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવવામાં આવ્યું છે. બિલ્ડર ત્રિનયંગ બિલ્ડસ્પેસને નોટિસ પાઠવવા અને તેની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા અંગેની કાર્યવાહી કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાયદાકીય વિવાદોનો કાયમી નિકાલ થશે:ગાંધીનગરમાં 11 જુલાઈએ નેશનલ લોક અદાલત યોજાશે, લાંબા સમયથી પેન્ડિંગ કેસોનો સુખદ અંત આવશે
    Next Article
    LD એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા જીતી:હોંગકોંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, પુણેને હરાવી ઇતિહાસ રચ્યો, 9 મહિનાની મહેનત ને 8 લાખના ખર્ચે રોબોટ્સ તૈયાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment