Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LD એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા જીતી:હોંગકોંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, પુણેને હરાવી ઇતિહાસ રચ્યો, 9 મહિનાની મહેનત ને 8 લાખના ખર્ચે રોબોટ્સ તૈયાર કર્યા

    4 दिन पहले

    એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. દેશની સૌથી મોટી રોબોકોન નેશનલ કોમ્પિટિશનમાં MIT-WPU પુણેને 130-20ના નિર્ણાયક સ્કોરથી હરાવી એલ.ડી. એન્જિનિયરિંગની ટીમે જીત હાંસલ કરી છે. ડીડી પ્રસાર ભરતી દ્વારા યોજાયેલી સ્પર્ધામાં સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી હવે હોંગકોંગમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. MIT-WPU પુણેને 130-20ના મોટા અંતરથી હરાવી રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ રોબોટિક્સ ક્ષેત્રે ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પ્રસાર ભારતી દ્વારા આયોજિત ડીડી રોબોકોન 2026માં દેશભરની 77 ટીમો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં એલ.ડી. એન્જિનિયરિંગની ટીમે પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. IIT દિલ્હીમાં યોજાયેલા ફાઇનલ રાઉન્ડમાં માત્ર 39 ટીમો પહોંચી હતી. જે બાદ અંતિમ તબક્કામાં 12 ટીમો વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં એલ.ડી.ની ટીમે MIT-WPU પુણેને 130-20ના મોટા અંતરથી હરાવી વિજેતા બની હતી. આ જીત સાથે હવે ટીમ 21થી 25 ઓગસ્ટ દરમિયાન હોંગકોંગમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ આ તમામ વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ પણ સારા પેકેજ સાથે અભ્યાસ પૂર્ણ થાય તેના એક વર્ષ પહેલા જ થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. 9 મહિનાની મહેનત ને 8 લાખના ખર્ચે રોબોટ્સ તૈયાર કર્યા રોબોકોન સ્પર્ધા એ એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન દ્વારા દર વર્ષે યોજાતી એશિયાની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે. તેમાં વિવિધ દેશોની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સંસ્થાઓ ભાગ લે છે અને વિદ્યાર્થીઓને ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેકેનિકલ ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક્સ અને પ્રોગ્રામિંગ જેવા ક્ષેત્રોમાં પોતાની કુશળતા સાબિત કરવાની તક મળે છે. એલ.ડી.ની ટીમે રોબો-ઓટોમેશન, મેકેનિકલ, કમ્પ્યુટર અને EC સહિત વિવિધ શાખાના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે 8થી 9 મહિનાની મહેનત બાદ 8 લાખના ખર્ચે વિદ્યાર્થીઓએ રોબોટ્સ તૈયાર કર્યા હતા. 9 મહિનાની મહેનત બાદ વિજેતા બની ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સૌની નજર હોંગકોંગમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પર મહત્વનું છે કે એલ.ડી. કોલેજ અગાઉ પણ રોબોકોનમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે, 2019માં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ શક્યું ન હતું. જેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થવાની એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને બીજી તક મળી છે. ગુજરાતમાંથી 10થી વધુ ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, છતાં રાષ્ટ્રીય ખિતાબ એલ.ડી. કોલેજના નામે રહ્યો છે. આ સફળતા માત્ર કોલેજ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ટેકનિકલ શિક્ષણ માટે ગૌરવની ક્ષણ બની છે. હવે સૌની નજર હોંગકોંગમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પર રહેશે, જ્યાં એલ.ડી.ની ટીમ ભારતનો તિરંગો વધુ ઊંચો લહેરાવવાનો પ્રયાસ કરશે. શરૂઆતમાં દેશભરમાંથી 77 જેટલી ટીમે ભાગ લીધો હતો ટીમના ફેકલ્ટી મેમ્બર એમ.વાય.પાટીલે જણાવ્યું હતું કે, એશિયન કન્ટ્રીમાં આબુ રોબોના નામે કોમ્પિટિશન થાય છે. જેમાં દરેક એશિયન કન્ટ્રી પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષની થીમ હોંગકોંગ ચાઇનાએ આપી હતી. જે થીમના આધારે દરેક કન્ટ્રી નેશનલ લેવલ પર કોમ્પિટિશન યોજતી હોય છે. ભારતમાં ડીડી નેશનલ પ્રસાર ભરતી દ્વારા IIT દિલ્હી ખાતે કોમ્પિટિશન યોજવામાં આવી હતી. શરૂઆતમાં દેશભરમાંથી 77 જેટલી ટીમે ભાગ લીધો હતો. પહેલા બે રાઉન્ડમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશનના આધારે ટીમને ક્વોલિફાય કરતા હોય છે. જે બાદ 39 ટીમ ક્વોલિફાય થઈ હતી. જેમાંથી IIT સહિતની ટીમોએ ભાગ લીધો હતો. આખી ટીમમાં 20 જેટલા વિદ્યાર્થીઓ અને એક ફેકલ્ટી મેમ્બરનો સમાવેશ ટીમની જીત બાબતે એમ.વાય.પાટીલે જણાવ્યું હતું કે, પેહલા લીગ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા જેના બેઝ પર 12 ટીમ ક્વોલિફાય કરવામાં આવી હતી. જેમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ નો બીજો નંબર રહ્યો હતો. જે બાદ ફાઈનલમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ MIT-WPU પુણેને 130-20ના નિર્ણાયક સ્કોરથી હરાવ્યું હતું. જેથી નેશનલ લેવલ પર વિજેતા થયા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોંગકોંગ ચાઈનામાં ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કરીશું. આખી ટીમમાં 20 જેટલા વિદ્યાર્થીઓ અને એક ફેકલ્ટી મેમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મિકેનિકલ, રોબોટિકસ, EC, કોમ્પ્યુટર સહિત દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બે રોબોટ્સ તૈયાર કરવામાં 7થી 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ વિદ્યાર્થીઓની મહેનત વિશે એમ.વાય.પાટીલ જણાવે છે કે, દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ કામ કર્યું હોવાથી ટેકનોલોજી પર કામ કર્યું હોવાથી સારો રોબોટ્સ બનાવી શક્યા છીએ. દર વર્ષે થીમ સપ્ટેમ્બરમાં આવી જતી હોય છે, જે બાદ જુલાઈ મહિનામાં કોમ્પિટિશન યોજાતી હોય છે. જેથી વિદ્યાર્થીઓને આઠથી નવ મહિના જેટલો સમય તૈયારી માટે મળતો હોય છે. તેમજ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ઘણી મદદ વિદ્યાર્થીઓને મળતી હોય છે. અંદાજે બે રોબોટ્સ તૈયાર કરવામાં 7થી 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. તેમજ કોમ્પિટિશનમાં આવવા જવાની અને રહેવાની તમામ સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવતી હોય છે. નેશનલ કમ્પિટિશનના કારણે કઈ જગ્યાએ કામઝોર પડીએ છીએ તે ખ્યાલ આવી ગયો છે જેથી આ વર્ષે ઇન્ટરનેશનલ પણ જીતીએ તેવી આશા રાખી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટના સ્કોપ વધી જતા હોય છે ભાગ લેનાર વિદ્યાર્થીઓને એક વર્ષ પહેલા જોબ મળી જાય છે તેવું કહી એમ.વાય.પાટીલે જણાવ્યું હતું કે, કોમ્પિટિશન માટે વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોવાથી તેમને આવનાર સમયમાં ઘણો ફાયદો થતો હોય છે. તેમજ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે જેથી તેમને તમામ ફિલ્ડનું નોલેજ મળી રહેતું હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટના સ્કોપ વધી જતા હોય છે. તેમજ કોમ્પિટિશનમાં ભાગ લેનાર 50 ટકા વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટઅપ તૈયાર કરતા હોય છે તો અન્ય વિદ્યાર્થીઓને એક વર્ષ પહેલા જ સારી જગ્યાએ જોબ પ્લેસમેન્ટ મળી રહેતું હોય છે. અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે તમામ વિદ્યાર્થીઓને એક વર્ષ પહેલા જ જોબ મળી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    જોધપુરમાં કન્સ્ટ્રકશન સાઈટની દીવાલ ધસી પડતા કાર ખાબકી:બિલ્ડરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો, મનપાએ રજાચિઠ્ઠી સ્થગિત કરવા કાર્યવાહી શરૂ
    Next Article
    નવસારી LCBએ સિકલીકર ગેંગના 2 સાગરીતને પકડ્યા:₹15.44 લાખનો મુદ્દામાલ જપ્ત, કારમાં આવી બાઇક ચોરી ઘરફોડ કરતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment