Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી LCBએ સિકલીકર ગેંગના 2 સાગરીતને પકડ્યા:₹15.44 લાખનો મુદ્દામાલ જપ્ત, કારમાં આવી બાઇક ચોરી ઘરફોડ કરતા

    3 days ago

    નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત "સિકલીકર ગેંગ" ના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી સોનાની લગડીઓ અને વાહનો સહિત કુલ ₹15,44,969/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા LCBની ટીમો કાર્યરત હતી. ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે, LCB પીઆઈ વી.જે. જાડેજાના નેતૃત્વમાં પીએસઆઈ વાય.જી. ગઢવી અને એમ.બી. ગામીતની ટીમે નસીલપોર ગામમાં બુલેટ ટ્રેનના બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને સંદિપભાઈને મળેલી બાતમી મુજબ, સિકલીકર ગેંગના સાગરીતો સ્વીફ્ટ ડિઝાયર કારમાં ચોરીના મુદ્દામાલ સાથે બારડોલીથી નવસારી તરફ આવી રહ્યા હતા. આ માહિતીના આધારે નાકાબંધી કરીને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અમરસિંગ સમશેરસિંગ બાવરી અને સમંદરસિંગ ઉર્ફે સિકંદરસિંગ પરીતસિંહનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી અમરસિંગ બાવરી અગાઉ ઉત્રાણ, કોસંબા, કાપોદરા, કારેલીબાગ (વડોદરા), ધ્રોલ (જામનગર), વલસાડ તેમજ મહારાષ્ટ્રના ધુળે સહિતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને પ્રોહિબિશનના 12 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 4 નંગ સોનાની લગડીઓ (આશરે 106.92 ગ્રામ, કિંમત ₹11,90,869/-), એક સ્વીફ્ટ ડીઝાયર કાર (રજી. નંબર GJ-05-CR-8248, કિંમત ₹3,00,000/-), એક સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નંબર GJ-21-BQ-8279, કિંમત ₹45,000/-), 4 મોબાઈલ ફોન (કિંમત ₹7,000/-) અને રોકડા ₹2,100/- નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલની કિંમત ₹15,44,969/- છે. આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ અનોખી હતી. તેઓ પોતાની સ્વીફ્ટ કાર લઈને અલગ-અલગ રાજ્યો કે જિલ્લાઓમાં જતા હતા. ત્યાં પહોંચીને સ્થાનિક સ્તરેથી એક મોટરસાયકલની ચોરી કરતા અને તેનો ઉપયોગ બંધ મકાનોની રેકી કરવા તથા ઘરફોડ ચોરી કરવા માટે કરતા. ચોરીને અંજામ આપ્યા બાદ, તેઓ ચોરીનું બાઇક કોઈ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા અને પોતાની લક્ઝરી કારમાં ચોરીના મુદ્દામાલ સાથે ફરાર થઈ જતા હતા. આ પદ્ધતિ અપનાવીને તેઓ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    LD એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા જીતી:હોંગકોંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, પુણેને હરાવી ઇતિહાસ રચ્યો, 9 મહિનાની મહેનત ને 8 લાખના ખર્ચે રોબોટ્સ તૈયાર કર્યા
    Next Article
    મોરબી ગોડાઉનમાં 45 કલાકથી આગ ઓલવવાની જહેમત:4 જિલ્લાના 7 ફાયર ફાઈટરો દ્વારા પાણીનો અવિરત મારો છતાં 44.46 કરોડની મગફળીનો જથ્થો સંપૂર્ણ સ્વાહા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment