Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે પિસ્તોલ સાથે ગારીયાધારનો શખ્સ ઝડપાયો:સોંગઢગામ નજીક બજુડ પાટિયા પાસેથી હથિયાર સાથે શખ્સ ઝડપાતાં ચકચાર, ક્રાઇમ બ્રાન્ચે યુવકને સોનગઢ પોલીસને સોંપ્યો

    11 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે સોનગઢ ગામ નજીક આવેલ બજુડ પાટિયા નજીકથી પૂર્વ બાતમી આધારે ગેરકાયદેસર ખાલી મેગઝીન વાળી પિસ્ટલ સાથે ગારીયાધારના લુવારા ગામના શખ્સને ઝડપી લઈ સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો. તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ શિહોર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર-રાજકોટ રોડ બજુડગામના પાટીયે વિજય મેર રહે.લુવારા તા.ગારીયાધાર જી.ભાવનગરવાળો તેના કબ્જામા ગેરકાયદેસર હથિયાર રાખી રોડ ઉપર ઉભો છે.જે બાતમીવાળી જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તજવીજ કરતાં વિજય શંભુભાઇ મેર (ઉ.વ 32) ખાલી મેગઝીન વાળી પિસ્ટલ સાથે મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે શખ્સની ધરપકડ કરી તેની તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાડું વસૂલવા ગયેલા માલિકે ભાડુઆતને રૂમમાં પૂરી તાળું મારી દીધું:અંદર ફસાયેલા યુવકે ફાયર બ્રિગેડને ફોન કર્યો, ટીમે તાળું તોડી સલામત બહાર કાઢ્યો
    Next Article
    રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર જન્માષ્ટમી મેળો:સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાને આકર્ષક શિર્ષક આપવા શહેરીજનોને આમંત્રણ અપાયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment