Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદીઓ બહાર ના નીકળતા, બપોરે 2થી 6 ભારે વરસાદની આગાહી:વાસણા બેરેજના દરવાજા ખોલાયા; દોશીવાળા પોળમાં એક મકાન ધરાશાયી

    17 hours ago

    અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી, પાલડી, આશ્રમરોડ, વિજય ચાર રસ્તા, લાંભા, કાલુપુર, બાકરોલ-સરખેજ અને મક્તમપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ચાંદલોડિયા, મેમનગર દુધેશ્વર, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, મોટેરા, સાબરમતી, ન્યુ રાણીપ, જોધપુર, બોપલ ઘુમા, સેટેલાઈટ, નેહરુનગર, બોડકદેવ, જમાલપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, જશોદાનગર સીટીએમ સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાયન્સ સીટી, વિરાટનગર, મણીનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, ગોમતીપુર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના વિસ્તારોમાં બેથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોના પાસપોર્ટમાં મોટો ફેરફાર:15 વર્ષથી નાના બાળકોનો પાસપોર્ટ 5 વર્ષ સુધી માન્ય, 18 વર્ષના થતાં રિન્યૂ થશે
    Next Article
    ઉમરગામમાં સ્વિફ્ટ કાર ઝાડ સાથે અથડાઈ, 3ના મોત:2 યુવકોને ગંભીરઈજા, ગાડીનું પડીકુ વળી ગયું, પતરા કાપી મૃતદેહો બહાર કઢાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment