Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડું વસૂલવા ગયેલા માલિકે ભાડુઆતને રૂમમાં પૂરી તાળું મારી દીધું:અંદર ફસાયેલા યુવકે ફાયર બ્રિગેડને ફોન કર્યો, ટીમે તાળું તોડી સલામત બહાર કાઢ્યો

    10 hours ago

    સુરત શહેરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદો અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ પર્વત ગામ વિસ્તારમાં એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાડું વસૂલવા ગયેલા મકાન માલિકે ભાડુઆતના રૂમને બહારથી તાળું મારી દીધું હતું, જેના કારણે યુવક અંદર જ બંધ થઈ ગયો હતો. અંતે આ મામલે ફાયર બ્રિગેડની એન્ટ્રી થઈ હતી અને લોક તોડીને યુવકને આબાદ બચાવી લેવાયો હતો. ભાડું વસૂલવા આવ્યા પણ દરવાજો ન ખોલ્યો મળતી માહિતી મુજબ, સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલી હરેકૃષ્ણા નગર સોસાયટીમાં તાજ હસન નામનો યુવક ભાડુઆત તરીકે રૂમ રાખીને રહે છે. વીતેલા દિવસે મકાન માલિક તેના રૂમ પર ભાડું વસૂલ કરવા માટે પહોંચ્યા હતા. જોકે, કોઈ કારણસર દરવાજો ખૂલ્યો ન હતો. આ બાબતનો ગુસ્સો અથવા અકળામણ કાઢવા મકાન માલિકે બહારના દરવાજા પર તાળું મારી દીધું હતું અને ભાડુઆત અંદર હોવા છતાં ત્યાંથી ચાલ્યા ગયા હતા. રૂમમાં ફસાયેલા ભાડુઆતે ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો આ દરમિયાન તાજ હસન રૂમની અંદર જ હાજર હતો. મકાન માલિક બહારથી લોક મારીને જતા રહેતા તે અંદર પુરાઈ ગયો હતો અને બહાર નીકળી શકે તેમ ન હતો. પોતે રૂમમાં જ બંધક બની ગયો હોવાની અને ફસાઈ ગયો હોવાની જાણ થતાં જ યુવકે ગભરાયા વગર તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો અને આપવીતી જણાવી મદદ માંગી હતી. પુણા ફાયર સ્ટેશનની ટીમે તાળું તોડી યુવકને મુક્ત કરાવ્યો ઘટનાની ગંભીરતાને જોતાં પુણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પુણાના ફાયર ઓફિસર પ્રવિણ ટંડેલના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ દરવાજા પર બહારથી મારેલું લોક હથિયારો વડે તોડી નાખવામાં આવ્યું હતું અને અંદર ફસાયેલા તાજ હસનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. સ્થાનિકોમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો ભાડું વસૂલવા જેવા સામાન્ય મુદ્દે મકાન માલિક દ્વારા આચરવામાં આવેલી આ વિચિત્ર અને જોખમી કરતૂતને પગલે સોસાયટીમાં ભારે કુતૂહલ અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને જાતભાતની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની સચોટ કામગીરીને કારણે યુવકનો સમયસર અને સુરક્ષિત બચાવ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાર્કિંગ વિવાદમાં વકીલ અને તેના ભાઈ પર ભૂ-માફિયાઓનો જીવલેણ હુમલો:આરોપીઓ નેતાઓ અને લિંબાયત પોલીસમાં ધાક ધરાવે છે, પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ
    Next Article
    ગેરકાયદે પિસ્તોલ સાથે ગારીયાધારનો શખ્સ ઝડપાયો:સોંગઢગામ નજીક બજુડ પાટિયા પાસેથી હથિયાર સાથે શખ્સ ઝડપાતાં ચકચાર, ક્રાઇમ બ્રાન્ચે યુવકને સોનગઢ પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment