Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહએ એક માલધારી પર હુમલો કરતો લાઈવ વીડિયો:ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો, પાલિતાણાના ગરજીયા ગામનો બનાવ

    10 hours ago

    ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે સિંહએ એક માલધારી પર હુમલો કરતો લાઈવ વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માલધારીને તાત્કાલિક સારવાર અર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલીતાણા તાલુકા ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક વન્ય પ્રાણીએ તેમના પર હુમલો કરી દીધો હતો. વન્ય પ્રાણીના અચાનક હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરગ્રસ્ત માલધારીને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ​માલધારી પર થયેલા વન્ય પ્રાણીના હુમલાના પગલે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર વન્ય પ્રાણીને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ​આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં થેલેસેમિયા દર્દીઓ માટે નિઃશુલ્ક HLA ટેસ્ટ કેમ્પ:બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને સારવાર અંગે અપાયું માર્ગદર્શન
    Next Article
    હિંમતનગરમાં રેતી ભરેલું ડમ્પર રોડમાં ઉતર્યું:બે ભૂવા પડતા ટ્રાફિક વચ્ચે સમારકામ ચાલુ કરાતાં વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment