Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રેતી ભરેલું ડમ્પર રોડમાં ઉતર્યું:બે ભૂવા પડતા ટ્રાફિક વચ્ચે સમારકામ ચાલુ કરાતાં વાહનચાલકો પરેશાન

    12 hours ago

    હિંમતનગરમાં રિલાયન્સ સામે બેરણા રોડ પર રેતી ભરેલું એક ડમ્પર રોડમાં ભૂવો પડતા અંદર ઉતરી ગયું હતું. આ ઘટનાને કારણે બે મોટા ભૂવા પડી ગયા હતા, જેના સમારકામની કામગીરી ટ્રાફિક વચ્ચે શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના બેરણા રોડ પર અગાઉ સ્ટ્રોમ વોટર પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખોદકામ બાદ માટીનું પુરાણ કરીને રોડ બનાવવામાં આવ્યો હતો. સોમવારે સવારે રેતી ભરેલું ડમ્પર બેરણા તરફ જતા રિલાયન્સ સામેના ત્રણ રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રોડમાં ભૂવો પડતા ડમ્પર તેમાં ફસાઈ ગયું. ડમ્પર ફસાઈ જતાં તેની રેતી ખાલી કરીને તેને ભૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સ્ટ્રોમ વોટર પાઈપલાઈનની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક પડી ગયેલા ભૂવા અને તૂટી ગયેલી પાણીની પાઈપલાઈનના સમારકામની કામગીરી જેસીબીની મદદથી શરૂ કરવામાં આવી છે. સવારથી જ બેરણા રોડ અને ખેડ તાસિયા રોડ પરના ત્રણ રસ્તે આ કામગીરીને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. પીકઅવર્સ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ફાટકથી મહાવીરનગર તરફ અને મહાવીરનગરથી નવા તથા બેરણા તરફ અવરજવર કરતા વાહનો એક પછી એક પસાર થતા હોવાથી ટ્રાફિક ધીમો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સિંહએ એક માલધારી પર હુમલો કરતો લાઈવ વીડિયો:ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો, પાલિતાણાના ગરજીયા ગામનો બનાવ
    Next Article
    Amreli Cloud Brust | અમરેલી જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ | Monsoon 2026 | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment