Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં થેલેસેમિયા દર્દીઓ માટે નિઃશુલ્ક HLA ટેસ્ટ કેમ્પ:બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને સારવાર અંગે અપાયું માર્ગદર્શન

    9 hours ago

    વેરાવળ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, થેલેસેમિક્સ ગુજરાત અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે નિઃશુલ્ક HLA ટેસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 8 થેલેસેમિયા દર્દીઓ સહિત તેમના માતા-પિતા અને ભાઈ-બહેન મળી કુલ 30થી વધુ વ્યક્તિઓના HLA (Human Leukocyte Antigen) ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય ડોનરની પસંદગીમાં HLA ટેસ્ટ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, આ ટેસ્ટથી દર્દીઓ અને તેમના પરિવારોને મોટો લાભ મળ્યો હતો. સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર શૈવલ ગાંધીએ થેલેસેમિયાના નિવારણ, સમયસર નિદાન અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે થેલેસેમિયા મુક્ત સમાજ માટે લગ્ન પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન થેલેસેમિયા સ્ક્રીનિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. થેલેસેમિક્સ ગુજરાતના પ્રમુખ ડૉ. રવિ ધાનાણીએ થેલેસેમિયા દર્દીઓ માટે ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓ જેવી કે નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયર્ન ચિલેશન થેરાપી અને દર્દીઓની સંભાળ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવાનો, દર્દીઓને યોગ્ય સારવાર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે માર્ગદર્શન આપવાનો તેમજ તેમના પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા - વેરાવળ, રોટરી ક્લબ વેરાવળ, થેલેસેમિક્સ ગુજરાત અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ વેરાવળ ખાતે રોટરી ક્લબ સોસાયટીના ભેડા પાર્કના હેલ્થ એન્ડ કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો. રેડ ક્રોસ વતી કો-ઓર્ડિનેટર પરાગ ઉનડકટે થેલેસેમિક્સ ગુજરાત અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશનના પદાધિકારીઓ સાથે સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ ડૉ. ઈશ્વર ગોંડસે અને ભીખુભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. રેડ ક્રોસ ગીર સોમનાથના ચેરમેન અતુલ કાનાબાર, ચેરમેન એમેરિટસ કિરીટ ઉનડકટ, સેક્રેટરી ગિરીશ ઠક્કર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ, કમિટી સભ્યો વિમલ ગજ્જર, ભાવેશ મહેતા, રાજુભાભાઈ પટેલ, ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ખેવનાબેન અને ચીફ એડમિન રાધાકિશન પમનાણી સહિત સ્ટાફ સભ્યો પણ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા દર્દીઓ અને તેમના પરિવારજનોએ આયોજકો અને રેડ ક્રોસનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરનાથ ગુફામાં શિવલિંગ 90% ગાયબ, ઊંચાઈ એક ફૂટ બાકી:3 દિવસમાં 56000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા; આ આંકડો ગયા વર્ષ કરતાં 18% વધુ
    Next Article
    સિંહએ એક માલધારી પર હુમલો કરતો લાઈવ વીડિયો:ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો, પાલિતાણાના ગરજીયા ગામનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment