Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્મદિવસ નિમિતે સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ:ભાવનગરની બે અને ગાંધીનગરની એક એમ ત્રણ કોળી સમાજની લાયબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, ખુરશી અને કબાટની ભેટ

    1 day ago

    સાદગીભરી સેવા સાથે દિવ્યેશ સોલંકીનો 36મો જન્મદિવસ ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર તથા ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશ સોલંકીએ પોતાના 36મા જન્મદિવસની ઉજવણી સાદગી અને સેવાભાવ સાથે કરી હતી, જન્મદિવસ નિમિત્તે ભાવનગર સ્થિત કોળી સમાજની બે વિદ્યાર્થી હોસ્ટેલો તથા ગાંધીનગર સ્થિત કોળી સમાજની હોસ્ટેલની લાયબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો અને કબાટની ભેટ અર્પણ કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સાનુકૂળતા મળી રહે. આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેમને બસ મારફતે ભાવનગર સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી હતી, ભાવનગર મીરાકુંજ બંગલો ખાતે કોળી સમાજના આગેવાનો તથા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જન્મદિવસની સાચી ઉજવણી સમાજના જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ઉપયોગી યોગદાન આપવાથી થાય છે, બે વિદ્યાર્થી હોસ્ટેલો તથા ગાંધીનગર સ્થિત કોળી સમાજની હોસ્ટેલની લાયબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો અને કબાટની ભેટથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે... આમ, શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવાને કેન્દ્રસ્થાને રાખી આયોજિત આ સેવાકીય કાર્યક્રમોને ઉપસ્થિત મહાનુભાવો અને સમાજ આગેવાનોએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    રેલવે મંત્રીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી:અશ્વિની વૈષ્ણવે જાસપુરમાં નિર્માણાધીન મા ઉમિયા મંદિરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
    Next Article
    અમદાવાદમાં આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી:મોડી રાતે વરસાદ, પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment