Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે મંત્રીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી:અશ્વિની વૈષ્ણવે જાસપુરમાં નિર્માણાધીન મા ઉમિયા મંદિરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

    1 day ago

    કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વઉમિયાધામની મુલાકાત લીધી હતી. તેમણે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મા ઉમિયા મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ મંદિરના રાફ્ટ અને ગર્ભગૃહના બેઝની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સાથે તેમણે જગત જનની મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે સંસ્થાની 'યુથ એમ્પાવરમેન્ટ' પહેલ હેઠળ વેપાર-રોજગારને સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલા VIBOS ઉપક્રમને શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે મંત્રી વૈષ્ણવને 504 ફૂટ ઊંચા નિર્માણાધીન શિવ અને શક્તિ સ્વરૂપ મા ઉમિયાના મંદિર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વિવિધ વ્યાપાર પ્રકલ્પો જેવા કે VIBES અને VBN અંગે પણ જાણકારી આપી હતી અને કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત કરાવી હતી. આ વિશેષ અવસરે સંસ્થાના ટ્રસ્ટીગણ, દાતાશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો અને VIBOSની ટીમ દ્વારા મંત્રી અશ્વિની વૈષ્ણવનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીની અંતિમ યાત્રા શરૂ:10 કલાક સુધી ચાલશે 10 કિમીનું જુલુસ, વિદાય આપવા રસ્તાઓ પર ઊતર્યા લાખો લોકો
    Next Article
    જન્મદિવસ નિમિતે સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ:ભાવનગરની બે અને ગાંધીનગરની એક એમ ત્રણ કોળી સમાજની લાયબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, ખુરશી અને કબાટની ભેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment