Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી:મોડી રાતે વરસાદ, પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન

    1 day ago

    છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદમાં પણ છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ હતી. શેલામાં પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન સાણંદ, વિરમગામ, મંડાલ, બાવળા, દસક્રોઇ, ધોલેરા, અમદાવાદ સિટીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને અમદાવાદની પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, ગોતા, મકરબા, પ્રહલાદ નગર, વેજલપુર જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થતા વરસાદી પાણી ભરાઈ જવાથી ત્યાંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શેલામાં પણ વરસાદના પાણી ભરાવાથી વાહન લઈને પસાર થવાનું પણ મુશ્કેલ બન્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ બની હતી.
    Click here to Read More
    Previous Article
    જન્મદિવસ નિમિતે સેવા, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ:ભાવનગરની બે અને ગાંધીનગરની એક એમ ત્રણ કોળી સમાજની લાયબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો, ખુરશી અને કબાટની ભેટ
    Next Article
    "Wasn't A Red Card": Henry Reacts To FIFA Clearing Folarin Balogun's Ban

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment