Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં જર્જરિત ગીતા લોજ બિલ્ડીંગને જમીનદોસ્ત કરાયું, મેગા ડીમોલીશન:જામ્યુકોની ટીમની ઉપસ્થિતિમાં મશીનથી સાંજ સુધી કામગીરી કરાઈ‎

    4 days ago

    જામનગર શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ઐતિહાસિક અને વર્ષો જૂની ગીતા લોજ બિલ્ડીંગ આખરે ઈતિહાસના પાનાઓમાં સમેટાઈ ગઈ છે. છેલ્લા વર્ષોથી આ ઈમારત સાવ જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂકી હતી. બિલ્ડીંગ એટલી હદે જોખમી બની ગઈ હતી કે સમયાંતરે તેના ધાબા અને દીવાલોમાંથી સિમેન્ટના પોપડા ખરી પડતા હતા, જેને પગલે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો પર સતત મોતનું જોખમ તોળાતું રહેતું હતું. આ ગંભીર અને ભયજનક પરિસ્થિતિને ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકા (જામ્યુકો) તંત્ર દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી બિલ્ડીંગને ખાલી કરવા અને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે નોટિસો આપવામાં આવી રહી હતી. જોકે, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ આ બિલ્ડીંગની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી અને તે ગમે ત્યારે ધડાકાભેર ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા છેલ્લા પંદરેક દિવસથી બિલ્ડીંગને તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત આજે રવિવારના રજાના દિવસે હીટાચી મશીનો અને ચુસ્ત મ્યુનિસિપલ સ્ટાફના કાફલા સાથે ગીતા લોજની જોખમી ઈમારતને તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ સફળ ડીમોલીશનની કામગીરીથી સ્થાનિક રહીશો અને વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે અને સંભવિત મોટી દુર્ઘટના ટળી છે.
    Click here to Read More
    Previous Article
    પશુ રોગચાળો:પશુઓમાં મસ્ટાઇટીસ રોગ સામે સજાગ બનવા જામનગર જિલ્લા પશુપાલન વિભાગની અપીલ
    Next Article
    દરિયાકાંઠે પેટ્રોલિંગ, રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ એલર્ટ:કમાન્ડોએ જેટીઓ, ઓઈલ ટર્મિનલ, નિર્જન વિસ્તારો ફંફોસ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment