Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુ રોગચાળો:પશુઓમાં મસ્ટાઇટીસ રોગ સામે સજાગ બનવા જામનગર જિલ્લા પશુપાલન વિભાગની અપીલ

    4 days ago

    જામનગર જિલ્લામાં પશુઓમાં દૂધ ઉત્પાદનને વ્યાપક અસર કરતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) રોગ અંગે પશુપાલકોને સાવચેત અને સજાગ રહેવા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આ રોગ મુખ્યત્વે ગાય અને ભેંસ જેવા દુગ્ધાળુ પશુઓમાં જોવા મળે છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સાથે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સમયસરની કાળજી અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આ રોગનું સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. આ રોગના મુખ્ય લક્ષણો વિશે વિગતો આપતા પશુપાલન વિભાગે જણાવ્યું છે કે, મસ્ટાઇટીસ થવા પર પશુના આંચળમાં સોજો આવે છે, અસહ્ય દુખાવો થાય છે અને અડવાથી આંચળ ગરમ લાગે છે. આ ઉપરાંત, દૂધનો રંગ બદલાઈ જવો, દૂધમાં લોહી કે પરુની ગાંઠો પડવી અથવા દૂધની માત્રામાં એકાએક મોટો ઘટાડો થવો વગેરે આ રોગના પ્રાથમિક લક્ષણો છે. આવા લક્ષણો જણાયે પશુપાલકોએ તુરંત જ તબીબી સલાહ લેવી હિતાવહ છે. પશુપાલકોને પશુ ધનની સુરક્ષા માટે ધ્યાનમાં રાખવાના ખાસ પગલા
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ધો-12ના પરિણામથી નિરાશ છાત્રએ ઘર છોડ્યું, પરિવારનું મિલન:બેડી મરીન પોલીસની ટીમે આખી રાત શોધખોળ બાદ સવારે રોજી બંદરેથી મળ્યો‎
    Next Article
    શહેરમાં જર્જરિત ગીતા લોજ બિલ્ડીંગને જમીનદોસ્ત કરાયું, મેગા ડીમોલીશન:જામ્યુકોની ટીમની ઉપસ્થિતિમાં મશીનથી સાંજ સુધી કામગીરી કરાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment