Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાકાંઠે પેટ્રોલિંગ, રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ એલર્ટ:કમાન્ડોએ જેટીઓ, ઓઈલ ટર્મિનલ, નિર્જન વિસ્તારો ફંફોસ્યા‎

    3 days ago

    \વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો તેમજ વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. ગુજરાતના લાંબા દરિયાકાંઠા મારફતે થતી આતંકવાદી ઘૂસણખોરી, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે. આ જ કવાયતના ભાગરૂપે આજે રવિવારના રોજ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠા વિસ્તારોમાં વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે બોટ કે વાહન દ્વારા થતા પેટ્રોલિંગના બદલે આ વખતે મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોએ રોઝી બંદર, નવા-જુના બેડી બંદર, માધાપર ભૂંગા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા (ફૂટ) પેટ્રોલિંગ કરીને બારીકાઈથી ચકાસણી કરી હતી. કમાન્ડોએ વાઈટલ એરિયા ગણાતા ઔદ્યોગિક સ્થાપનો, જેટીઓ, ઓઈલ ટર્મિનલ અને નિર્જન વિસ્તારો ફંફોસ્યા હતા. સાથે જ સ્થાનિક માછીમારો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ, કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં પણ દરિયાઈ સરહદોની સુરક્ષા કાજે આવા ઓપરેશનો અવિરત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં જર્જરિત ગીતા લોજ બિલ્ડીંગને જમીનદોસ્ત કરાયું, મેગા ડીમોલીશન:જામ્યુકોની ટીમની ઉપસ્થિતિમાં મશીનથી સાંજ સુધી કામગીરી કરાઈ‎
    Next Article
    ગામમાં 1200 જેટલા બીલીનું વાવેતર:ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં વિવિધ સ્થળો પર 2500 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment