Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બેંક ચૂંટણી, મતગણતરી અધવચ્ચે અટકી, પેટીઓ સીલ:પરિવર્તન પેનલનો ઉગ્ર વિરોધ, આગામી તારીખ નક્કી થશે

    1 day ago

    પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી દરમિયાન ભારે હોબાળો થયો છે. કુલ 9,170 મતોમાંથી માત્ર 1,453 મતોની ગણતરી થયા બાદ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. આ નિર્ણયના વિરોધમાં પરિવર્તન પેનલના ઉમેદવારો અને સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રવિવારે સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. મોડી રાત સુધી ચાલેલી પ્રક્રિયામાં જ્યારે 1,453 મતોની ગણતરી પૂર્ણ થઈ, ત્યારે મતગણતરી કરતો મહિલા શિક્ષક સ્ટાફ જતો રહેતા ગણતરી અટકી હતી. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી અધિકારીએ મતગણતરી અટકાવવા પાછળ કારણ આપ્યું હતું કે બેલેટ પેપરથી થતી ગણતરીમાં વધુ સમય લાગે છે. ઉપરાંત, વરસાદી વાતાવરણને કારણે મહિલા કર્મચારીઓ ઘરે જતા રહ્યા હતા અને અન્ય કર્મચારીઓ પણ ફરજ છોડી દેતા ગણતરી આગળ વધી શકી ન હતી. તાત્કાલિક અન્ય માણસોની વ્યવસ્થા ન થઈ શકતા મતગણતરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણય સામે પરિવર્તન પેનલના સભ્યો અત્યંત ઉગ્ર બન્યા હતા અને મોડી રાત સુધી મતગણતરી ચાલુ રાખવા માટે દબાણ કરી રજૂઆતો કરી હતી. ઉમેદવારોના ભારે વિરોધ અને તંગદિલીભર્યા માહોલને જોતા વહીવટી તંત્ર દ્વારા તુરંત જ પોલીસ પ્રોટેક્શન બોલાવી લેવામાં આવ્યું હતું. વધતા જતા વિવાદ વચ્ચે, ચૂંટણી અધિકારીએ પોલીસ બંદોબસ્તની હાજરીમાં તમામ મતપેટીઓને સુરક્ષિત રીતે સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં ખસેડી દીધી હતી. હાલ પૂરતી મતગણતરીની સમગ્ર પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી હવે આ મામલે પ્રાંત અધિકારી સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ જ મતગણતરી ક્યારે પુનઃ શરૂ કરવી તે અંગેનો નવો સમય જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી બેંકની ચૂંટણીનું પરિણામ અધ્ધરતાલ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ભાજપનું જિલ્લા કાર્યકર્તા સંમેલન:ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જયંતિ નિમિત્તે આયોજન
    Next Article
    દાબુ હોસ્પિટલ પાસે અત્યાધુનિક ‘આધાર સેવા કેન્દ્ર’નું લોકાર્પણ‎:નવસારીના નાગરિકો માટે નવી નોંધણી અને સુધારાની પ્રક્રિયા હવે વધુ સરળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment