Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાબુ હોસ્પિટલ પાસે અત્યાધુનિક ‘આધાર સેવા કેન્દ્ર’નું લોકાર્પણ‎:નવસારીના નાગરિકો માટે નવી નોંધણી અને સુધારાની પ્રક્રિયા હવે વધુ સરળ

    1 day ago

    નવસારી અને આસપાસના વિસ્તારના નાગરિકોની વહીવટી સગવડતામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ લોકાર્પણ અંતર્ગત રવિવારના રોજ દાબુ હોસ્પિટલ પાસે નવનિર્મિત અત્યાધુનિક ‘આધાર સેવા કેન્દ્ર’ (ASK)નું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) પ્રાદેશિક કચેરી મુંબઈ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીની સાથે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર મનીષ ગુરુવાની તેમજ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ ગૌરવભેર ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને ટોકન આધારિત આધુનિક સિસ્ટમ ધરાવતું આ કેન્દ્ર શરૂ થવાથી નાગરિકોને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ દ્વારા લાંબી લાઈનો વિના જ ખૂબ જ ઝડપી સુવિધા મળશે. આ કેન્દ્રમાં એક જ સ્થળેથી નવીન નોંધણી તેમજ નામ, સરનામું સુધારવા અને બાયોમેટ્રિક્સ અપડેટ કરવા જેવી તમામ સેવાઓ ખૂબ જ સરળતાથી અને પારદર્શક સરકારી ચાર્જ સાથે ઉપલબ્ધ કરાવાશે. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કાર્યરત અગ્રણી આધાર સેવા કેન્દ્રોના આ ડિજિટલ નેટવર્કના વિસ્તરણથી પ્રજાલક્ષી વહીવટી પ્રક્રિયા વધુ સુદૃઢ અને લોકાભિમુખ બનશે, જે બદલ ઉપસ્થિત મહાનુભાવોએ સમગ્ર વહીવટી વ્યવસ્થાને બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ બેંક ચૂંટણી, મતગણતરી અધવચ્ચે અટકી, પેટીઓ સીલ:પરિવર્તન પેનલનો ઉગ્ર વિરોધ, આગામી તારીખ નક્કી થશે
    Next Article
    Indian Man In Canada Says He Lost Job Offer By Asking CEO 'One Question', Here's What Happened

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment