Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીએ સર્જી શ્વેતક્રાંતિ:1.25 લાખ પશુપાલક દરરોજ વહાવી રહ્યા છે 6 લાખ લીટર દૂધની નદીઓ; પ્રોસેસીંગ પ્લાન્ટ-આઈસ્ક્રીમ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ

    1 week ago

    આજે સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ મિલ્ક ડે' (વિશ્વ દૂધ દિવસ)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે ઝાલાવાડ પંથકમાંથી શ્વેતક્રાંતિની એક સુખદ અને ગૌરવશાળી તસવીર સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. એટલે કે 'સુરસાગર ડેરી' પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિનું સબળ માધ્યમ બની છે. જિલ્લાના આશરે 1.25 લાખ પશુપાલકોના પરિશ્રમથી આજે સુરસાગરમાં દૈનિક 6 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે, જેના કારણે પશુપાલકો આર્થિક રીતે પગભર બન્યા છે. 50 વર્ષનો ઉજળો ઇતિહાસ અને રૂ. 1075 કરોડનું ટર્નઓવર 24 માર્ચ 1975ના રોજ સ્થપાયેલી સુરસાગર ડેરીએ આજે પોતાના સફળ 50 વર્ષ (ગોલ્ડન જ્યુબિલી) પૂર્ણ કર્યા છે. ડેરીની આ અડધી સદીની સફર સરળ નહોતી. શરૂઆતના 25 વર્ષ અત્યંત કપરા અને સંઘર્ષપૂર્ણ રહ્યા હતા, પરંતુ ત્યાર બાદ ડેરીએ વિકાસની અભૂતપૂર્વ મશાલ પ્રગટાવી છે. દૂધ સંઘનું કુલ ટર્નઓવર આજે રૂ. 1075 કરોડ પર પહોંચી ગયું છે. પાછલા 6 વર્ષમાં જ ડેરીના વાર્ષિક ટર્નઓવરમાં રૂ. 215 કરોડનો જંગી વધારો નોંધાયો છે. વર્ષ 2024-25માં ડેરીને રૂ. 701 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે અગાઉના વર્ષ (2023-24)ની સરખામણીએ 16.25 ટકાનો વધારો દર્શાવે છે. સંસ્થા દ્વારા સભાસદોને 20 ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. વર્ષ 2009-10માં દૂધ સંઘ પાસે માત્ર રૂ. 5.42 કરોડની મિલ્કત હતી, જે આજે વધીને રૂ. 371.57 કરોડ થઈ ગઈ છે. આમ, ટૂંકાગાળામાં મિલ્કતમાં રૂ. 366.15 કરોડનો જંગી વધારો થયો છે. દર 10 દિવસે રૂ. 25 કરોડનું ચુકવણું અને આધુનિક વ્યવસ્થા સુરસાગર ડેરીના ચેરમેન નરેશ મારુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 8.39 લાખ દૂધાળા પશુ છે. ડેરી સાથે 673 દૂધ મંડળી સભાસદ તરીકે જોડાયેલી છે, જ્યાંથી દૈનિક 5.41 લાખ કિલો દૂધનું સંપાદન થાય છે. આ પશુપાલકોને દર 10 દિવસે રૂ. 25 કરોડનું ચૂકવણું સીધું કરવામાં આવે છે, જે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત, ટેકનોલોજીના યુગમાં પશુપાલકોને પારદર્શિતા મળે તે માટે દૂધ ભરાવતાની સાથે જ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર દૂધનું વજન, ફેટ અને કિંમતનો મેસેજ મળી જાય છે. પશુપાલકો 'અમૂલ ફાર્મર એપ' દ્વારા પણ તમામ માહિતી મેળવી શકે છે. પ્રોસેસીંગ પ્લાન્ટ અને આઈસ્ક્રીમ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ સુરસાગર ડેરી પાસે દૈનિક 2 લાખ લીટરની ક્ષમતાનો આધુનિક પ્રોસેસીંગ પ્લાન્ટ કાર્યરત છે. અહીં પ્રોસેસ થયેલું દૂધ 'અમૂલ' બ્રાન્ડ હેઠળ બજારમાં વેચાય છે. આ પ્લાન્ટમાં અમૂલ દૂધ, છાશ, દહીં, મસાલા છાશ, બ્રાઉન ઘી, અમૂલ રબડી, પનીર તેમજ સુરસાગર ઘીનું પેકિંગ થાય છે. આ સાથે જ યુનિટ-2 તરીકે દૈનિક 40 હજારથી 70 હજાર લીટરની ક્ષમતા ધરાવતો આઈસ્ક્રીમ પ્લાન્ટ કાર્યરત છે, જ્યાં 101 અલગ-અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ આઈટમો બને છે. આ પ્રકારનો પ્લાન્ટ ધરાવવામાં સુરસાગર ડેરી સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રથમ ક્રમે છે. આ પ્લાન્ટ્સ દ્વારા જિલ્લાના સેંકડો લોકોને રોજગારી મળી રહી છે. રાજ્ય બહાર દૂધના વેચાણની વ્યવસ્થામાં પણ આ સંઘ સૌરાષ્ટ્રમાં મોખરે છે. આગામી આયોજન અને પશુ કલ્યાણ યોજનાઓ દૂધની આવકે બદલી પશુપાલકોના સંતાનોની કિસ્મત: કોઈ બન્યા ડૉક્ટર તો કોઈ ક્લાસ-2 ઓફિસર પશુપાલનના વ્યવસાયે માત્ર ઘર જ નથી ચલાવ્યા, પરંતુ નવી પેઢીનું ભાગ્ય બદલ્યું છે. તેના કેટલાક પ્રેરણાદાયી ઉદાહરણો નીચે મુજબ છે: ‘આગામી સમયમાં આપણો ભાર 'સ્વચ્છ દૂધ ઉત્પાદન' પર રહેશે’ : ચેરમેન વિશ્વ દૂધ દિવસ નિમિત્તે ડેરીના ચેરમેન નરેશ મારૂએ શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. કુરિયનને યાદ કર્યા હતા અને સંસ્થાના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સહકારિતા મંત્રી અમિત શાહના વિશેષ ફાળા બદલ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ દિવસ પશુપાલકોના પરિશ્રમને સન્માનવાનો છે. આગામી સમયમાં આપણો ભાર 'સ્વચ્છ દૂધ ઉત્પાદન', પશુઓનો સંતુલિત આહાર અને યોગ્ય રસીકરણ પર રહેશે જેથી ગુણવત્તા વધે અને પશુપાલકોની આવક બમણી થાય.
    Click here to Read More
    Previous Article
    '3 ઇડિયટ્સ' નો સીન ખરેખર દારૂ પીને શૂટ કર્યો:રોલ માટે દાંત ત્રાંસા કરાવ્યા, પોતાની જ સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા; આર માધવનના અજાણ્યા કિસ્સાઓ
    Next Article
    આજથી ગણતરીદાર તમારા ઘરે આવશે:શહેરના 18 વોર્ડમાં અલગ-અલગ ટીમો વસ્તી ગણતરી કરાશે, જાણો ક્યા સવાલ પૂછશે અને ક્યા સવાલના જવાબ ન આપવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment