Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો:કીમ નદીના જળસ્તર ઘટ્યા, તંત્રની નજર યથાવત

    1 day ago

    સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા વરસાદે આજે આંશિક વિરામ લીધો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી કીમ નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થતાં જિલ્લાવાસીઓ અને તંત્રએ રાહત અનુભવી છે. સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીના પાણી ઓસરતા સ્થિતિ નિયંત્રણમાં આવી છે. હાલ નદીના જળસ્તર સ્થિર થતા કિનારાના વિસ્તારોમાં ચિંતા હળવી થઈ છે. ગઈકાલે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને શેઠી ગામે આવેલા લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેનાથી સંપર્ક તૂટ્યો હતો. આજે વરસાદ બંધ થતા અને પાણી ઓસરતા આ માર્ગો પર પણ અવરજવર પૂર્વવત થઈ છે. જિલ્લા કંટ્રોલ રૂમના રિપોર્ટ મુજબ, આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે. કંટ્રોલ રૂમના ડેટા અનુસાર, આજે માત્ર ઓલપાડમાં 2 મિમી અને ઓલપાડના જ અન્ય વિસ્તારમાં 3 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં 0 મિમી વરસાદ રહ્યો છે. સમગ્ર જિલ્લાનો આજનો સરેરાશ વરસાદ માત્ર 0.42 મિમી નોંધાયો છે. જોકે, આ સિઝનનો કુલ વરસાદ જોતા ખેડૂતો અને વહીવટી તંત્ર હજુ પણ સાવચેતીના ભાગરૂપે સતર્ક છે અને નદીના જળસ્તર પર સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    તાલાલા-સાસણ હાઈવે પર વૃક્ષ,11 કેવી વીજ વાયરો તૂટ્યા:ટ્રાન્સફોર્મર ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; PGVCL ટીમ પહોંચી
    Next Article
    બાવળા-સાણંદમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી:ગરમીથી રાહત, માર્ગો પર પાણી, બાળકો રમતા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment