Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા-સાસણ હાઈવે પર વૃક્ષ,11 કેવી વીજ વાયરો તૂટ્યા:ટ્રાન્સફોર્મર ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; PGVCL ટીમ પહોંચી

    1 day ago

    તાલાલા-સાસણ-જૂનાગઢ સ્ટેટ હાઈવે પર સોમવારે સાંજે ઈમાન પીર દરગાહ નજીક એક વૃક્ષ વીજવાયરો સાથે અચાનક તૂટી પડ્યું હતું. આ ઘટનાને કારણે 11 કેવી વીજ વાયરો અને એક ટ્રાન્સફોર્મર પણ ધરાશાયી થયા હતા, જેના પરિણામે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, તૂટી પડેલું વૃક્ષ મોટાભાગે સુકાઈ ગયેલું હતું અને તે બે કટકામાં વિભાજિત થઈ ગયું હતું. વૃક્ષ પડવાને કારણે તેની સાથે જોડાયેલા 11 કેવી વીજ વાયરો પણ તૂટી ગયા હતા અને વાયરોના ખેંચાણથી ટ્રાન્સફોર્મર પણ રોડ પર ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ તાલાલાથી PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. સ્થાનિકોની મદદથી તૂટેલા વૃક્ષનો એક ભાગ હટાવીને લગભગ અડધા કલાક બાદ એક તરફનો વાહનવ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો. રોડ પર પડેલા 11 કેવી વીજ વાયરોને કારણે વાહનચાલકો ભયભીત અવસ્થામાં પસાર થઈ રહ્યા હતા. PGVCLની ટીમ સમારકામની કામગીરીમાં યુદ્ધના ધોરણે લાગી હતી. તાલાલા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જમીન પોચી પડી ગઈ છે. આ પરિસ્થિતિને કારણે આજે સતત ચોથા દિવસે વૃક્ષો તૂટી પડવાની ઘટના તાલાલા વિસ્તારમાં નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ધોલેરાના પીપળી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી:રાજ ચામુંડા હોટલ પર દરોડો: ₹1.01 કરોડનું એંબરગ્રીસ જપ્ત, એકની અટકાયત
    Next Article
    સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો:કીમ નદીના જળસ્તર ઘટ્યા, તંત્રની નજર યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment