Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોલેરાના પીપળી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી:રાજ ચામુંડા હોટલ પર દરોડો: ₹1.01 કરોડનું એંબરગ્રીસ જપ્ત, એકની અટકાયત

    1 day ago

    સ્ટેટ મોનીટરીંગ સેલે ધોલેરાના પીપળી ગામ નજીક રાજ ચામુંડા હોટલ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે ₹1.01 કરોડની કિંમતનું 1 કિલો 10 ગ્રામ એંબરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક (IPS)ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ અને તેમની ટીમે હાથ ધરી હતી. દરોડા દરમિયાન પીપળી ગામના મેહુલ વિક્રમભાઈ ચૌહાણને પાંચ અલગ-અલગ ટુકડાઓમાં 1 કિલો 10 ગ્રામ એંબરગ્રીસ સાથે ઝડપી લેવાયો હતો. સ્થળ પર ફોરેસ્ટ વિભાગ અને FSLના અધિકારીઓએ પ્રાથમિક પરીક્ષણ કરતા જપ્ત કરાયેલ પદાર્થ એંબરગ્રીસ હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસે એંબરગ્રીસ અને રોકડ રકમ સહિત કુલ ₹1,01,01,820નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-106 હેઠળ જપ્ત કર્યો છે. આરોપી મેહુલ ચૌહાણની કલમ-35(1)(ઈ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ અંગે ધોલેરા પોલીસ સ્ટેશનમાં 05/07/2026ના રોજ સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 06/2026 નોંધવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મેહુલે જણાવ્યું હતું કે ભાવનગરના પવન કોળી (રહે. કરચલીયાપરા)એ બે મહિના પહેલા વેચાણ માટે આ એંબરગ્રીસ સાચવવા આપ્યું હતું. પવન કોળી અને તેના મિત્ર પ્રવીણ ચૌહાણ (રહે. કુંભારવાળા, ભાવનગર)ના કહેવાથી તે ખરીદનારને જથ્થો પહોંચાડવા જઈ રહ્યો હતો ત્યારે ઝડપાયો હતો. એંબરગ્રીસનો ઉપયોગ વિશ્વભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પરફ્યુમમાં સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ફિક્સેટિવ તરીકે થાય છે. સુગંધિત તેલ, અત્તર અને અન્ય વૈભવી સુગંધિત ઉત્પાદનોમાં પણ તેનો ઉપયોગ થતો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર વન્યજીવ સંબંધિત વેપાર સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વિસ્તૃત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Brazil vs Norway Score, FIFA World Cup 2026 Live: Haaland with a brace, BRA 0-2 NOR after 90 mins
    Next Article
    તાલાલા-સાસણ હાઈવે પર વૃક્ષ,11 કેવી વીજ વાયરો તૂટ્યા:ટ્રાન્સફોર્મર ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; PGVCL ટીમ પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment