Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ચિંતન શિબિર:શિબિરમાં સમાજના તમામ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, વહીવટી અને ધંધાકીય જેવા વિવિધ ઉદ્દેશ્યો પર ચિંતન

    17 hours ago

    વઢવાણ ખાતે રવિવારના રોજ સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બહુસ્મરણા માતાજીના સાનિધ્યમાં યોજાયેલી આ શિબિરમાં સમાજના તમામ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય હેતુ બ્રહ્મએકતા સાધવાનો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, કોર્પોરેટર સોનલબેન દવે, એડવોકેટ ધવલ પાઠક અને ચેતનભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. શિબિરમાં ધાર્મિક-સાંસ્કૃતિક, શૈક્ષણિક, રમત-ગમત, તબીબી સેવા, વહીવટી અને ધંધાકીય જેવા વિવિધ ઉદ્દેશ્યો પર ઊંડું ચિંતન કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોએ અલગ-અલગ પ્રતિભાવો આપીને ભવિષ્યની યોજનાઓ માટે એક ઉત્તમ માળખું તૈયાર કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સંગઠનના પ્રશાંત ભટ્ટ અને કુણાલ દવે સહિતના તમામ સભ્યોએ સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં એક કલાકના ભારે વરસાદમાં પ્રી-મોનસુનની પોલ ખુલી:ગોપીનાળું અને ભમ્મરિયા નાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ
    Next Article
    7 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:દાહોદ SOGએ ગાંધીનગર સહિત 9 ગુનાના વોન્ટેડને ગરબાડાથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment