Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:દાહોદ SOGએ ગાંધીનગર સહિત 9 ગુનાના વોન્ટેડને ગરબાડાથી પકડ્યો

    16 hours ago

    દાહોદ SOGએ સાત વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ગાંધીનગરના અડાલજ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કુલ નવ ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસની સઘન કાર્યવાહીના કારણે આ સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી મુન્નો ઉર્ફે મનોજ જોરસિંગ બારિયાને ઝડપી લીધો હતો. તે મૂળ વડવા, મેડા ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદનો રહેવાસી છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305(A), 331(3) અને 54 હેઠળ ગુનો નોંધાયેલો છે. ધરપકડ બાદ તેને BNSS કલમ 35(1)(J) હેઠળ અટકાયતમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે જેસાવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલો આરોપી મુન્નો ઉર્ફે મનોજ જોરસિંગ બારિયા વર્ષોથી પોલીસને થાપ આપી રહ્યો હતો અને અનેક જિલ્લાઓમાં સક્રિય હતો. તેની સામે પાલનપુર તાલુકા (2019), વિજાપુર (2021), વિદ્યાનગર (2021ના 2 ગુના), ઇન્ફોસિટી (2025), સેક્ટર-21 (2025), અડાલજ (2025), સેક્ટર-7 (2025) અને આણંદ ટાઉન (2021) પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. આમ, તે કુલ નવ અલગ-અલગ ગુનાઓમાં વોન્ટેડ હતો.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ચિંતન શિબિર:શિબિરમાં સમાજના તમામ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, વહીવટી અને ધંધાકીય જેવા વિવિધ ઉદ્દેશ્યો પર ચિંતન
    Next Article
    પાલનપુરમાં સામાન્ય વરસાદથી NH-27 પર પાણી ભરાયા:પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર થ્રિ એલિવેટેડ બ્રિજ નજીક વાહનચાલકોને હાલાકી, વાહનોની અવરજવર ધીમી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment