Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં એક કલાકના ભારે વરસાદમાં પ્રી-મોનસુનની પોલ ખુલી:ગોપીનાળું અને ભમ્મરિયા નાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ઠપ

    19 hours ago

    મહેસાણા શહેરમાં માત્ર એક કલાક સતત પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોનસુન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા છે. ગણતરીના કલાકોના વરસાદમાં જ શહેરના હાર્દ સમાન બંને મુખ્ય નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ગોપીનાળામાં એક તરફનું નાળું પાણીથી ભરાયું શહેરના ગોપીનાળા અને ભમ્મરિયા નાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મહેસાણા ભાગ-1 થી મહેસાણા ભાગ-2 ને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. ગોપીનાળામાં એક તરફનું નાળું પાણીથી ચિક્કાર ભરાઈને પેક થઈ ગયું છે, જ્યારે બીજી બાજુના નાળામાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે સાંજના સમયે નોકરી-ધંધેથી પરત ફરી રહેલા સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ આશ્ચર્યની વાત એ છે કે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાનગી એજન્સીને લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં તંત્રના ધાંધિયા અને નબળા આયોજનને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ નજીવા વરસાદમાં જ બંને નાળા પાણીથી ઉભરાઈ જાય છે. લાખો રૂપિયાના આંધણ પછી પણ સ્થાનિક જનતાને દર ચોમાસે હાલાકી ભોગવવાનો વારો આવતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T-20 વર્લ્ડ કપ ફાઇનલ- ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી:એમી જોન્સ પછી વાયટ હોજ આઉટ; ઓસ્ટ્રેલિયા સામે સ્કોર-32/2
    Next Article
    વઢવાણમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ચિંતન શિબિર:શિબિરમાં સમાજના તમામ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, વહીવટી અને ધંધાકીય જેવા વિવિધ ઉદ્દેશ્યો પર ચિંતન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment