Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ પિતા અને પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો:મહેસાણામાં ઈજાગ્રસ્તને સારવારમા ખસેડાયા, 'મેં લાઈટો બંધ કરી છે, તું શું કરી લઈશ?'કહીને તૂટી પડ્યો

    1 day ago

    મહેસાણાના ડી માર્ટ સર્કલ પાછળ આવેલા અવધ સ્કાયલાઇન ફ્લેટમાં સ્ટ્રીટ લાઈટ બંધ રાખવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને એક શખ્સે વૃદ્ધ અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઈજાગ્રસ્ત વૃદ્ધે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 'મેં લાઈટો બંધ કરી છે, તું શું કરી લઈશ?' અવધ સ્કાયલાઇન ફ્લેટમાં રહેતા 68 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ રમેશભાઈ ઈશ્વરદાસ પટેલ રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે ફ્લેટના ગેટની બહાર ખાટલામાં બેઠા હતા. આ દરમિયાન ફ્લેટની બહારની રોડ પરની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સોસાયટીમાંથી કોઈકે પૂછ્યું હતું કે, આ લાઈટો કોણે બંધ રાખી છે? જેના જવાબમાં રમેશભાઈએ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. લોખંડનો પાઇપ માથામાં ફટકાર્યો રમેશભાઈની આ વાત સાંભળીને ફ્લેટની નીચે સિક્યુરિટી ઓફિસ પાસે બેસેલો વિનોદભાઈ હરજીવનભાઈ પટેલ નામનો શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તે હાથમાં લોખંડની પાઇપ લઈને રમેશભાઈ તરફ ધસી આવ્યો હતો અને 'મેં લાઈટો બંધ કરી છે, તું શું કરી લઈશ?' તેમ કહી લોખંડનો પાઇપ રમેશભાઈના માથામાં ફટકારી દીધો હતો. ઈજાગ્રસ્તના દીકરાને પણ લોખંડનો પાઇપ મારીને ફરાર થયો હુમલાના કારણે રમેશભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. આ અવાજ સાંભળીને સોસાયટીના રહીશ વિપુલભાઈ પટેલ અને રમેશભાઈનો મોટો દીકરો વિજયભાઈ દોડી આવ્યા હતા. વિજયભાઈએ પિતા પર હુમલો કરવાનું કારણ પૂછતા ઉશ્કેરાયેલા આરોપી વિનોદ પટેલે વિજયભાઈને પણ ડાબા હાથની કોણીના ભાગે લોખંડનો પાઇપ મારી દીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. વૃદ્ધ પિતાને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા, ફરિયાદ નોંધાઈ લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને સોસાયટીના અન્ય રહીશો તાત્કાલિક ખાનગી ગાડીમાં સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે રમેશભાઈના માથાના ભાગે ચાર ટાંકા લઈને તેમને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કર્યા હતા. હાલમાં ભોગ બનનાર વૃદ્ધ સંપૂર્ણ ભાનમાં હોઈ, તેમણે હોસ્પિટલમાંથી જ હુમલાખોર વિનોદભાઈ હરજીવનભાઈ પટેલ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    હજુ 5 દિવસ ભારે વરસાદ:હાઇવે પર નદીઓ વહી, માયાભાઈ આહીરનું નિવેદન વાઇરલ; પરસોત્તમ સોલંકીના પુત્રને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની માગ
    Next Article
    મીઠાપુર હોસ્પિટલમાં બ્લડ ડોનેશન અને મલ્ટી ચેકઅપ કેમ્પ:ટાટા કેમિકલ્સ દ્વારા આયોજિત, ગ્રામજનોએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment