Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાની જ ડોર-ટુ-ડોર કચરા ગાડી ભૂવામાં ફસાઈ:હરીનગર-વાસણા તરફના રોડ પર ભૂવામાં વાહન ફસાતા સ્થાનિકો એકત્ર ગયા, ભૂવાને તાત્કાલિક પૂરવામાં માંગ

    23 hours ago

    વડોદરા શહેરમાં માર્ગો પર ભુવાઓ પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. શહેરના હરીનગર ઇસ્કોન મંદિરથી વાસણા તરફ જતા રોડ પર પ્રથમ કોમ્પ્લેક્સ નજીક રોડ પર અચાનક ભૂવો પડતાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી કોર્પોરેશનની ગાડી ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને માર્ગ પર થોડા સમય માટે અવરજવરમાં પણ અસર જોવા મળી હતી. પ્રથમ કોમ્પ્લેક્સ નજીક રોડ ધસી જતાં ભૂવો પડ્યો વડોદરા શહેરમાં વારંવાર પડતા ભુવાઓને કારણે લોકોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હરીનગર ઇસ્કોન મંદિરથી વાસણા તરફ જતા માર્ગ પર પ્રથમ કોમ્પ્લેક્સ નજીક રોડ ધસી જતાં ભૂવો પડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી કોર્પોરેશનની ગાડી ભૂવામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વાહન ફસાઈ જતાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. ભૂવાને તાત્કાલિક પૂરવામાં સ્થાનિકોની માંગ સ્થાનિકોએ શહેરમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓ અંગે કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ માંગ કરી છે કે રોડ પર પડેલા ભૂવાને તાત્કાલિક પૂરવામાં આવે તેમજ સમગ્ર માર્ગનું તકેદારીપૂર્વક નિરીક્ષણ કરીને જ્યાં જોખમ હોય ત્યાં સમયસર સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાય નહીં.
    Click here to Read More
    Previous Article
    મગરના હુમલામાં વૃદ્ધે જીવ ગુમાવ્યો:વડોદરામાં ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા વૃદ્ધને મગરે ફાડી ખાધા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
    Next Article
    ડિફેન્સ-એરોસ્પેસ ક્ષેત્રમાં વાઘોડિયાની કંપનીની અનોખી સિદ્ધિ:સૈનિકો ખિસ્સામાં રાખી શકે એવું સર્વેલન્સ ડ્રોન બનાવ્યું, પીએમ મોદીના 'મેક ઇન ઇન્ડિયા'ને વેગ આપવા એમટ્રોન કંપનીની કમાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment