Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગરના હુમલામાં વૃદ્ધે જીવ ગુમાવ્યો:વડોદરામાં ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા વૃદ્ધને મગરે ફાડી ખાધા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

    1 day ago

    વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારાગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓરસંગ નદીના કિનારે માછીમારી કરવા ગયેલા એક વૃદ્ધ પર મગરે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માછીમારી કરતા વૃદ્ધ પર મગરનો હુમલો હાલ ચોમાસાની ઋતુ હોવાથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક વધતા જળચર જીવો પણ કિનારા સુધી આવી રહ્યા છે. બઝારીયા નાયક નામના વૃદ્ધ માછીમારી કરવા માટે નદી કિનારે ગયા હતા. તે સમયે નદીના પાણીમાંથી બહાર આવેલા વિશાળકાય મગરે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને બચવાની તક પણ મળી ન હતી અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે એકઠા થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક વન વિભાગને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડભોઇ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. નદી કિનારે વસવાટ કરતા લોકો ભયના ઓથાર હેઠળ ભૂતકાળમાં પણ ઓરસંગ નદીમાં અનેકવાર ગ્રામજનો અને પશુઓ પર મગરો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. નદી કિનારે વસવાટ કરતા લોકો હંમેશા ભયના ઓથાર હેઠળ જીવે છે. વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે સાવચેતીના બોર્ડ લગાવવા અને જોખમી મગરોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય.
    Click here to Read More
    Previous Article
    અમરાપુર ગીરમાં સિંહ અને આખલા વચ્ચે જોરદાર જંગ:શિકારની શોધમાં નીકળેલી સિંહ બેલડીને આખલાઓએ વળતો પડકાર ફેંકતા સિંહોએ ભાગવું પડ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
    Next Article
    વડોદરા મનપાની જ ડોર-ટુ-ડોર કચરા ગાડી ભૂવામાં ફસાઈ:હરીનગર-વાસણા તરફના રોડ પર ભૂવામાં વાહન ફસાતા સ્થાનિકો એકત્ર ગયા, ભૂવાને તાત્કાલિક પૂરવામાં માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment