Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરાપુર ગીરમાં સિંહ અને આખલા વચ્ચે જોરદાર જંગ:શિકારની શોધમાં નીકળેલી સિંહ બેલડીને આખલાઓએ વળતો પડકાર ફેંકતા સિંહોએ ભાગવું પડ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

    एक दिन पहले

    ​જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલા અમરાપુર ગીર વિસ્તારમાંથી વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનીય લોકોમાં ભારે કુતૂહલ જગાડે તેવી એક અદભુત ઘટના સામે આવી છે. ગીરના જંગલ વિસ્તારની નજીક આવેલા આ ગામમાં શિકારની શોધમાં નીકળેલી સિંહોની એક બેલડીનો સામનો આખલાઓ સાથે થઈ ગયો હતો. સામાન્ય રીતે જંગલના રાજા ગણાતા સિંહોને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ અહીં દ્રશ્યો તદ્દન ઉલટા જોવા મળ્યા હતા. ​જંગલમાંથી શિકાર મેળવવાની લાલચે ગામની સીમમાં આવી ચડેલા બે સિંહોએ ત્યાં ઉભેલા બે આખલાઓ પર નજર બગાડી હતી અને તેમનો શિકાર કરવા માટે આગળ વધ્યા હતા. જોકે, સિંહોને પોતાની તરફ આવતા જોઈને આખલાઓ સહેજ પણ ગભરાયા વગર ત્યાં જ અડીખમ ઊભા રહ્યા હતા. સિંહો હુમલો કરે તે પહેલા જ બંને આખલાઓએ એક થઈને જંગલના રાજા ગણાતા સિંહોને સામે વળતો જોરદાર પડકાર ફેંક્યો હતો. ​આખલાઓના આક્રમક મિજાજ જોઈને સિંહો પણ ચોંકી ગયા હતા. આખલાઓનો જોરદાર પડકાર અને સામો પ્રહાર ઝીલવાની સિંહોની હિંમત ચાલી ન હતી, જેના કારણે બંને સિંહ શિકાર પડતો મૂકીને ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા. સિંહ અને આખલા વચ્ચે ખેલાયેલા આ અનોખા સામસામેના જંગની સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ​આખલાઓ સામેથી પરાજય મેળવીને ભાગ્યા બાદ સિંહો ભૂખ્યા તરસ્યા અન્ય વિસ્તાર તરફ આગળ વધ્યા હતા. ગીર કાંઠાના ગામડાઓમાં અવારનવાર સિંહો આવી ચડતા હોવાના કિસ્સાઓ બને છે, પરંતુ આખલાએ સિંહને ભગાડ્યો હોવાની આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રીએ ડ્રોપ આઉટ દીકરીને ભણવા પ્રેરિત કરી:દેવયાનીબાએ 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ ફરી અભ્યાસ શરૂ કર્યો
    Next Article
    મગરના હુમલામાં વૃદ્ધે જીવ ગુમાવ્યો:વડોદરામાં ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા વૃદ્ધને મગરે ફાડી ખાધા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment