Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રીએ ડ્રોપ આઉટ દીકરીને ભણવા પ્રેરિત કરી:દેવયાનીબાએ 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ ફરી અભ્યાસ શરૂ કર્યો

    1 day ago

    રાજ્ય સરકારના 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન એક દીકરીના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ કોઈ કારણોસર અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનાર દીકરી દેવયાનીબા અને તેના પરિવારને શિક્ષણનું મૂલ્ય સમજાવીને તેને ફરીથી શાળાએ જવા પ્રેરિત કરી હતી. મંત્રીના આ સંવેદનશીલ અભિગમને કારણે દીકરીએ ધોરણ-9 માંથી ફરી પોતાનું ભણતર શરૂ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. પ્રોટોકોલ બાજુ પર મૂકી મંત્રી પહોંચ્યા સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર, શક્તિ માતા મંદિર પાસે રહેતા મુકેશસિંહ જાડેજાની દીકરી દેવયાનીબાએ સંજોગોવશાત પોતાનો અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂક્યો હોવાની જાણ શિક્ષણ મંત્રીને થઈ હતી. આ વાત સામે આવતા જ કોઈ પણ પ્રકારના સરકારી પ્રોટોકોલની પરવા કર્યા વિના, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સીધા જ દીકરીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. તેમણે દેવયાનીબાની બાજુમાં બેસીને અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને કયા કારણોસર તેણે શાળા છોડવી પડી તેની વિગતવાર અને સંવેદનશીલતાપૂર્વક પૃચ્છા કરી હતી. દીકરીઓનું શિક્ષણ સક્ષમ સમાજ માટે અનિવાર્ય આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ દેવયાનીબા અને તેના વાલીઓને દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે ભણતર કેટલું જરૂરી છે તે બાબતે ઉષ્માભરી સમજણ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "દીકરીઓનું શિક્ષણ એ એક સક્ષમ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે." આ સાથે જ મંત્રીએ ખાતરી આપી હતી કે, આ દીકરીને શાળામાં પુનઃ પ્રવેશ અપાવ્યા બાદ તેના આગળના હાઈસ્કૂલથી લઈને કોલેજ સુધીના તમામ અભ્યાસની જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે, જેથી આર્થિક કે અન્ય કોઈ કારણો તેની પ્રગતિમાં અવરોધ ન બને. દેવયાનીબાનો શાળાએ જવાનો ઉત્સાહભેર નિર્ણય શિક્ષણ મંત્રીના પ્રેમપૂર્વકના આગ્રહ અને સકારાત્મક અભિગમની દીકરી તેમજ તેના પરિવારજનોના હૃદય પર ઊંડી અસર થઈ હતી. પરિણામે, દેવયાનીબાએ ધોરણ-9 માં પુનઃ પ્રવેશ મેળવીને અભ્યાસ આગળ ધપાવવા માટે ઉત્સાહભેર સંમતિ આપી દીધી હતી. દીકરીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "આજના સમયમાં ખાસ કરીને દીકરીઓ આત્મનિર્ભર બને તે માટે ભણવું ખૂબ જ જરૂરી છે. હું આવતીકાલથી જ પૂરા ઉત્સાહ અને ગંભીરતા સાથે શાળાએ જઈને મારું અધૂરું ભણતર ફરી શરૂ કરીશ." શૈક્ષણિક કીટનું વિતરણ અને તંત્રની પ્રતિબદ્ધતા શિક્ષણ મંત્રીએ દીકરી દેવયાનીબાને નવા શૈક્ષણિક સત્રના ધોરણ-9 ના પાઠ્યપુસ્તકોનો સેટ પોતાના હસ્તે એનાયત કર્યો હતો અને મીઠાઈ ખવડાવીને તેને આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. દીકરીના માતા-પિતાએ પણ એક વાલી તરીકે મંત્રીની આ કાળજી અને સંવેદનશીલતાને બિરદાવીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ પ્રેરણાદાયી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ અંતમાં ઉમેર્યું કે, સરકાર દરેક ડ્રોપ આઉટ બાળકને શોધીને તેને ફરી શાળાના પગથિયાં ચડાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં 'યુવા આપદા મિત્ર' સ્વયંસેવકોને તાલીમ અપાઈ:ફર્સ્ટ એઇડ અને સર્ચ-રેસ્ક્યૂ માટે SDRF દ્વારા માર્ગદર્શન
    Next Article
    અમરાપુર ગીરમાં સિંહ અને આખલા વચ્ચે જોરદાર જંગ:શિકારની શોધમાં નીકળેલી સિંહ બેલડીને આખલાઓએ વળતો પડકાર ફેંકતા સિંહોએ ભાગવું પડ્યું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment