Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિફેન્સ-એરોસ્પેસ ક્ષેત્રમાં વાઘોડિયાની કંપનીની અનોખી સિદ્ધિ:સૈનિકો ખિસ્સામાં રાખી શકે એવું સર્વેલન્સ ડ્રોન બનાવ્યું, પીએમ મોદીના 'મેક ઇન ઇન્ડિયા'ને વેગ આપવા એમટ્રોન કંપનીની કમાલ

    23 hours ago

    વડાપ્રધાન મોદીનું મેક ઇન ઈન્ડિયાનું સપનું પૂરું કરવાની દિશામાં વડોદરાના વાઘોડિયા સ્થિત એક કંપનીએ ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એમટ્રોન કંપનીએ એવા પોકેટ સાઇઝ સર્વેલન્સ ડ્રોન વિકસાવ્યા છે, જે સૈનિકો યુદ્ધ અથવા કટોકટીની સ્થિતિમાં આસપાસના વિસ્તારની રિયલ-ટાઇમ દેખરેખ માટે ઉપયોગમાં લઈ શકે છે. કંપની માત્ર ડ્રોન જ નહીં પરંતુ ડિફેન્સ, મેડિકલ અને એનર્જી સેક્ટર માટે પણ અદ્યતન ટેક્નોલોજી આધારિત પ્રોડક્ટ્સ વિકસાવી રહી છે. સૈનિકો પોતાના ખિસ્સામાં રાખી શકે એવા ડ્રોન વાઘોડિયામાં આવેલી એમટ્રોન કંપનીના ચેરમેન મુકેશભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટર ખૂબ જ મોટું છે. જેમાં મુખ્યત્વે સર્વેલન્સ અને મોનિટરિંગ સિસ્ટમ હોય છે. જેમાં સર્વેલન્સ કેમેરા, કંટ્રોલર સિસ્ટમ અને મોનિટરિંગ સિસ્ટમ્સ આવે છે. ડિસ્ટ્રક્ટિવ વિનાશક સિસ્ટમમાં બોમ્બિંગ, મિસાઇલ્સ વગેરેનો સમાવેશ થાય છે. અમારો મુખ્ય ફોકસ એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે સર્વેલન્સ અને ડ્રોન ઉપર વધુ છે. અમે એવા નાના ડ્રોન બનાવ્યા છે, જે સૈનિકો પોતાના ખિસ્સામાં રાખી શકે છે. યુદ્ધ કે કટોકટીના સમયે સૈનિકો આ ડ્રોનને હવામાં ફેંકીને આસપાસના વિસ્તારનું સર્વેલન્સ કરી શકે છે અને તે મુજબ આગળ વધી શકે છે. ફ્લેક્સ સર્કિટ એસેમ્બલી પણ તૈયાર કરવામાં આવે છે અમે આના માટે લગભગ 11 જેટલા મોલ્ડ બનાવ્યા છે, જેનાથી આખું ડ્રોન તૈયાર થાય છે. આ ડ્રોન સિસ્ટમ વિનાશક નથી પરંતુ કન્સ્ટ્રક્ટિવ હેતુ માટે છે. આ સિવાય પણ ડિફેન્સ ક્ષેત્રની એવી ઘણી પ્રોડક્ટ્સ છે જે અમે સુરક્ષાના કારણોસર જાહેર ન કરી શકીએ. અમારી કંપની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ એન્ડ ડિઝાઇન કંપની છે. અમે ક્લાયન્ટની જરૂરિયાત મુજબ આખી સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરીએ છીએ. અમે ડ્રોનનું સોફ્ટવેર, મોબાઇલ એપ્લિકેશનથી લઈને આખી ફિઝિકલ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. રોબોટિક્સ અને ડ્રોનની વિવિધ મૂવમેન્ટ માટે જરૂરી ફ્લેક્સ સર્કિટ એસેમ્બલી પણ અમે જ બનાવીએ છીએ. એટલે કે, અમે આખું ડ્રોન અહીં જ તૈયાર કરીએ છીએ. એનર્જી સેક્ટર માટે નવી પ્રોડક્ટસ ડેવલપ કરી તેઓએ કહ્યું હતું કે, આ ડ્રોન સીધા યુદ્ધ કે ફાઇટિંગ કરવા નથી જતા, પરંતુ સૈન્યમાં દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત અમે બીજી ઘણી મેડિકલ અને જીવનરક્ષક પ્રોડક્ટ્સ પણ બનાવીએ છીએ. જેમ કે એમ્બ્યુલન્સમાં વપરાતી વિવિધ મશીનરી, ટૂલ્સ અને MRI મશીનના મહત્વના પાર્ટ્સ બનાવીએ છીએ. અમે ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને સંપૂર્ણ રીતે સપોર્ટ કરીએ છીએ. આ સિવાય, જ્યારે ક્રૂડ ઓઇલની કટોકટી આવી હતી ત્યારે અમે એનર્જી સેક્ટર માટે પણ ઘણી નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરીને અમારા ગ્રાહકોને આપી છે. એન્જિનિયરોની ઘટ પૂર્ણ કરવા ફાઉન્ડેશનનું ધ્યાન કેન્દ્રિત મુકેશભાઈ વસાણીએ જણાવ્યું હતું કે, મારું પોતાનું એક સ્વપ્ન છે કે સમાજ પ્રત્યે કશુંક પરત આપવું. જે સમાજે આપણને મોટા કર્યા છે, તેને પાછું આપવું એ દરેક માણસની જવાબદારી હોવી જોઈએ. આ જ અનુસંધાને અમારી પાસે રાજકોટમાં એક સ્કૂલ છે, જેમાં આશરે 950 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાઉન્ડેશનમાં અત્યારે અમારું મુખ્ય ધ્યાન સ્કિલ ડેવલપમેન્ટ પર છે. એક ડેટા અનુસાર, બજારમાં 12થી 13 મિલિયન કુશળ એન્જિનિયર જરૂરિયાત છે, જ્યારે આપણી પાસે અત્યારે માત્ર 3 મિલિયન જેટલા જ એન્જિનિયરો બહાર આવી રહ્યા છે. આ તફાવતને પૂરો કરવા માટે અમારું ફાઉન્ડેશન પૂરા પ્રયત્નો કરી રહ્યું છે. આ માટે અમે 'કૌશલ્ય ધ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી', પારુલ યુનિવર્સિટી, અને ઇન્ડસ યુનિવર્સિટી જેવી ઘણી સંસ્થાઓ સાથે જોઈન્ટ વેન્ચર અને ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કર્યા છે. આ સિવાય અમે મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મનપાની જ ડોર-ટુ-ડોર કચરા ગાડી ભૂવામાં ફસાઈ:હરીનગર-વાસણા તરફના રોડ પર ભૂવામાં વાહન ફસાતા સ્થાનિકો એકત્ર ગયા, ભૂવાને તાત્કાલિક પૂરવામાં માંગ
    Next Article
    Satluj X Review: Internet Calls Diljit's Film A "Bone-Chilling Masterpiece"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment