Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સૌપ્રથમવાર હાઈટેક આધાર સેવા કેન્દ્ર શરૂ:પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા, એક જ છત નીચે તમામ કામગીરીનો મળશે લાભ

    16 hours ago

    નવસારીના નાગરિકો માટે આધાર કાર્ડ સંબંધિત કામગીરી હવે વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે. શહેરમાં સૌપ્રથમવાર એક અત્યાધુનિક અને હાઈટેક 'આધાર સેવા કેન્દ્ર'નો પ્રારંભ થયો છે. કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે આ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે તેમણે પોતે ફોર્મ ભરવાથી લઈને ફિંગરપ્રિન્ટ અને આઈ-સ્કેનિંગ સુધીની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાનો અનુભવ કરીને સિસ્ટમની ચકાસણી કરી હતી. આ નવું આધાર સેવા કેન્દ્ર 'પાસપોર્ટ સેવા કેન્દ્ર'ની તર્જ પર ઉચ્ચ સ્તરીય અને કોર્પોરેટ સુવિધાઓ સાથે સજ્જ છે. આ એક ટાઈપ-સી પ્રકારનું સત્તાવાર કેન્દ્ર છે, જ્યાં એકસાથે ચાર અલગ-અલગ કિટ્સ કાર્યરત રહેશે, જેથી અરજદારોનો સમય બચશે અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. અત્યાર સુધી નવસારીના શહેરીજનોને આધાર કાર્ડની કામગીરી માટે અલગ-અલગ સીએસસી સેન્ટરો કે આઉટસોર્સ આધાર કેન્દ્રો પર ભટકવું પડતું હતું. આ ખાનગી કે આઉટસોર્સ એજન્સીઓમાં ઓપરેટરોની ભૂલના કારણે ઘણીવાર ડેટા મિસ-મેચની સમસ્યાઓ સામે આવતી હતી. આના લીધે નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડતા અને દર વખતે 50 રૂપિયાની ફી પણ વ્યર્થ જતી હતી. હવે આ સરકારી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ થતાં આવી તમામ મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. આ સેન્ટર ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાર્થક કરતું એક મોટું કદમ છે. અહીં એક જ સ્થળે તમામ આધાર સંબંધિત સેવાઓ ઉપલબ્ધ છે. તેમાં નાના બાળકોનું નવું એનરોલમેન્ટ, 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે એડલ્ટ એનરોલમેન્ટ, બાયોમેટ્રિક અપડેટ જેમ કે ફોટો, ફિંગરપ્રિન્ટ્સ અને આઈ સ્કેન અપડેટ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નામની જોડણી, ઘરનું સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવા ડેમોગ્રાફિક સુધારા પણ અહીં કરાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    રાંદેસણમાં બિલ્ડરની ઘોર બેદરકારી:બહુમાળી ઇમારતના બાંધકામ દરમિયાન શ્રી રંગ પર્લ સોસાયટીની દીવાલ ધરાશાયી, રહેવાસીઓમાં ફફડાટ
    Next Article
    'નામ હિન્દુસ્તાન ને હિન્દુઓનું જ અપમાન થાય છે':રામ મંદિર દાન ચોરી અંગે શંકરાચાર્યંએ કહ્યું-'મંદિરોમાં સરકારનો હસ્તક્ષેપ પરંતુ અન્ય ધર્મસ્થાનોમાં નથી, એ તો ભેદભાવ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment