Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંદેસણમાં બિલ્ડરની ઘોર બેદરકારી:બહુમાળી ઇમારતના બાંધકામ દરમિયાન શ્રી રંગ પર્લ સોસાયટીની દીવાલ ધરાશાયી, રહેવાસીઓમાં ફફડાટ

    15 hours ago

    ગાંધીનગરના વિકસિત અને પ્રતિષ્ઠિત ગણાતા રાંદેસણ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજ માટે અટકી છે. રાંદેસણની પ્રતિષ્ઠિત 'શ્રી રંગ પર્લ સોસાયટી'ના રહીશો હાલ ભારે ભય અને ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સોસાયટીની બિલકુલ બાજુમાં જ ધમધમી રહેલા 'કેપિટલ શિવાંતા' નામના બહુમાળી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન રાખવામાં આવેલી ઘોર બેદરકારીને કારણે સોસાયટીની મુખ્ય કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે અને રહીશોમાં બિલ્ડર લોબી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારે મશીનરીના લીધે ધડાકાભેર તૂટી પડી દીવાલ મળતી વિગતો મુજબ, રાંદેસણ વિસ્તારમાં નવા બની રહેલા પ્રોજેક્ટ 'કેપિટલ શિવાંતા' ખાતે છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે બાંધકામ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, આ કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષાત્મક સાવચેતી રાખવામાં આવી ન હતી. બાંધકામ સાઇટ પર કરવામાં આવી રહેલા ઊંડા ખોદકામ અને ભારે મશીનરીના સતત ઉપયોગને લીધે શ્રી રંગ પર્લ સોસાયટીની કમ્પાઉન્ડ વોલનો એક મોટો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. દીવાલ પડવાના જોરદાર અવાજને કારણે સોસાયટીમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી ઘટના બની તે સમયે આસપાસ કોઈ નાગરિક કે બાળક હાજર ન હોવાથી એક મોટી હોનારત અને જાનહાનિ ટળી ગઈ હતી. જો કે, આ ઘટનાએ સમગ્ર સોસાયટીની સલામતી સામે મોટું જોખમ ઊભું કરી દીધું છે. "અમે સતત ડરના માહોલમાં છીએ" - સ્થાનિક રહીશ આ ગંભીર બેદરકારી અંગે શ્રી રંગ પર્લ સોસાયટીના રહીશ પ્રદીપ મોર્યએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે: "અમારી સોસાયટીની બિલકુલ બાજુમાં જ કેપિટલ શિવાંતા બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. તેમની બેદરકારીને કારણે અમારી સોસાયટીની મુખ્ય કમ્પાઉન્ડ વોલ પડી ગઈ છે. આ ઘટના બાદ હવે અમારી સોસાયટી બિલકુલ ખુલ્લી થઈ ગઈ છે અને ચોરી કે અન્ય અસામાજિક તત્વો ઘૂસી જવાનો ભય તથા સલામતીનું મોટું જોખમ ઊભું થયું છે. અમે સતત ડરના માહોલમાં જીવી રહ્યા છીએ કે આગળ શું થશે." તંત્રની મંજૂરી છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન? સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે બાંધકામ કરનાર એજન્સી દ્વારા કામ શરૂ કરતા પહેલા સુરક્ષાના જે કાયદાકીય ધોરણોનું પાલન કરવું જોઈએ, તેની સરેઆમ અવગણના કરવામાં આવી છે. જે પ્રકારે દીવાલ ધરાશાયી થઈ છે, તેનાથી સોસાયટીની બાકી બચેલી દીવાલ અને માળખાના હિસ્સાને પણ મોટું નુકસાન થવાની અને તે પણ તૂટી પડવાની ભીતિ સેવાઈ રહી છે. જો તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ કે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સળગતા સવાલો અને સત્તાવાર રજૂઆત આ ગંભીર મામલે શ્રી રંગ પર્લ સોસાયટીના રહીશોએ સત્તાધિશો સમક્ષ સત્તાવાર રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ પાટનગરના વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ (TP) વિભાગની મંજૂરી મેળવ્યા બાદ પણ બાંધકામ સાઇટ પર સુરક્ષાના નિયમોની આવી ઘોર અવગણના કેવી રીતે થઈ શકે? શું તંત્રની નજર હેઠળ જ આ પ્રકારે કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈને બેઠું છે? હાલ તો આ ઘટના બાદ રાંદેસણના સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ફફડાટ વ્યાપેલો છે અને જવાબદાર બિલ્ડર સામે કડક પગલાં ભરી તાત્કાલિક નવી દીવાલ બનાવી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નાફેડ મગફળીના જથ્થામાં આગ:60 લાખ લિટર પાણીનો ઉપયોગ છતાં 24 કલાકથી આગ બેકાબૂ
    Next Article
    નવસારીમાં સૌપ્રથમવાર હાઈટેક આધાર સેવા કેન્દ્ર શરૂ:પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા, એક જ છત નીચે તમામ કામગીરીનો મળશે લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment