Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નામ હિન્દુસ્તાન ને હિન્દુઓનું જ અપમાન થાય છે':રામ મંદિર દાન ચોરી અંગે શંકરાચાર્યંએ કહ્યું-'મંદિરોમાં સરકારનો હસ્તક્ષેપ પરંતુ અન્ય ધર્મસ્થાનોમાં નથી, એ તો ભેદભાવ'

    19 hours ago

    રાજકોટના કુવાડવા ગામમાં ગુરુદત મઠના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ રામમંદિરમાં દાન ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામમંદિરોમાં દાન ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. લોકોએ પોતાની કમાણી જ્યાં અર્પણ કરી ત્યાં ચોરી થાય એટલે ખૂબ જ દુઃખ થાય. મંદિર પરંપરા એ સરકારી અધિકારીઓથી નહીં પરંતુ સંતોથી ચાલે છે. માત્ર સનાતન હિન્દુ ધર્મના મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. નામ હિન્દુસ્તાન છે અને અહીં હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે. ગુરુદત મઠનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારકાની શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકર્યાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, ભગવાન દત્તાત્રેયની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. અહીંના અધ્યક્ષ સ્વામી બ્રહ્મદેવજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમારા દ્વારકા શારદા પીઠના સદગુરુદેવ ભગવાન દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. તે વખતે તેમને વચન લીધું હતું કે પ્રતિષ્ઠામાં આપને આવવાનું છે તો આજે અહીં આવવાનું થયું છે. અહીં ખૂબ જ સુંદર મંદિર અને ખૂબ જ સુંદર મૂર્તિ છે. 'મંદિર પરંપરા સંતોથી ચાલે, સરકારી અધિકારીઓથી નથી ચાલતી' રામ મંદિરમાં થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, જેમણે અપરાધ કર્યો છે તેમને અવશ્ય દંડ થવો જોઈએ. જ્યાં જ્યાં તમે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરશો, ત્યાં ત્યાં અવ્યવસ્થા થશે. યોગ્ય વ્યક્તિઓને જ કાર્ય સોંપવું જોઈએ. મંદિરનું કામ એ સાધુ-મહાત્માઓ અને સંતોનું કામ છે. મંદિર પરંપરાએ સંતોથી ચાલે છે અધિકારીઓથી નથી ચાલતી. સરકારી અધિકારીઓથી મંદિર પરંપરા ચાલતી નથી. 'નામ હિન્દુસ્તાન છે અને હિન્દુઓનું જ અપમાન' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરનો વહીવટ સંતોની પાસે જ હોવો જોઈએ. કેટલી મોટી ગડબડી થઈ છે લોકોએ પોતાની કમાણી ત્યાં અર્પણ કરી. તેનો શું દુરુપયોગ થયો તો મનમાં દુઃખ થાય છે. સનાતન ધર્મના હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. અન્ય ધર્મસ્થળ છે તેમાં સરકારનો હસ્તક્ષેપ નથી. તે અમારી સાથે તો ભેદભાવ છે ને. હિંદુઓ સાથે ભેદભાવ છે. નામ હિન્દુસ્તાન છે અને હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સૌપ્રથમવાર હાઈટેક આધાર સેવા કેન્દ્ર શરૂ:પાસપોર્ટ ઓફિસ જેવી સુવિધા, એક જ છત નીચે તમામ કામગીરીનો મળશે લાભ
    Next Article
    PM Modi Ahmedabad Visit | સાણંદ ખાતે PM મોદીનો યુવા કર્મચારીઓ સાથે સંવાદ | Sanand | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment