Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં કારમાંથી તબીબનો મૃતદેહ મળ્યો:સુન્દરગઢ નજીક પાર્ક કરેલી કારમાંથી મૃતદેહ મળતાં પોલીસ તપાસ શરૂ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સુન્દરગઢ નજીક ખેડ તસીયા રોડ પર પાર્ક કરેલી કારમાંથી એક તબીબનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી, જે બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો અનુસાર, સુન્દરગઢ ગામ નજીક રોડની બાજુમાં પાર્ક કરેલી એક કારમાં એક યુવાન સીટ પર પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા યુવાન મૃત હાલતમાં હોવાનું જણાયું હતું, જેથી 112 પોલીસ હેલ્પલાઇનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ હિંમતનગર એ ડિવિઝનના પીઆઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કારની તપાસ કરી હતી. મૃતદેહને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હિંમતનગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ પાસે આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા ડૉ. હાર્દિકભાઈ પંકજભાઈ રાવલ તરીકે થઈ છે. સિવિલ હોસ્પિટલ દ્વારા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા, રવિવારે સવારે પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    સરેરાશ એક ઈંચ વરસાદમાં AMCની કામગીરીની પોલ ખુલી:હેલમેટ સર્કલ પાસે રસ્તો બેસી ગયો, પાણી ભરાતા 3 અંડરપાસ કલાકો સુધી બંધ રાખવા પડ્યા, સ્ટ્રીટલાઈટના કરંટથી એકને ઈજા
    Next Article
    પાટણ નાગરિક બેંક ચૂંટણી, 15 બેઠક માટે 35 ઉમેદવાર:પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ વચ્ચે કાંટે કી ટક્કર, સભાસદોની લાંબી લાઈનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment