Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નાગરિક બેંક ચૂંટણી, 15 બેઠક માટે 35 ઉમેદવાર:પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ વચ્ચે કાંટે કી ટક્કર, સભાસદોની લાંબી લાઈનો

    1 day ago

    પાટણ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે. કુલ 35 ઉમેદવારો મેદાનમાં છે. સવારથી જ મતદાન મથકો પર સભાસદોની લાંબી કતારો જોવા મળી હતી. 2,26,223 જેટલા મતદારો બેંકના ભવિષ્યનો ફેંસલો કરશે. મતદાન અને મતગણતરી આજે જ હાથ ધરવામાં આવશે. બેંકના ડિરેક્ટરોની 15 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ છે, જેમાં બે હરીફ પેનલો સહિત કુલ 35 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાયો છે. પાટણની આ પ્રતિષ્ઠિત સહકારી બેંકનો વહીવટ કબ્જે કરવા માટે પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ સામસામે આવી ગઈ છે. બંને પેનલોમાં વિવિધ ક્ષેત્રના મજબૂત ઉમેદવારોનો સમાવેશ કરાયો હોવાથી ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે. ચૂંટણીના અંતિમ તબક્કા સુધી બંને પક્ષો દ્વારા આખેઆખી પેનલ જીતાડવા માટે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. નાગરિક બેંકના સંચાલક મંડળની આ ચૂંટણી અંતર્ગત આજે રવિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી એમ.એન. હાઈસ્કૂલના મતદાન મથક ખાતે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બેંકના અંદાજિત 2,26,223 જેટલા સભાસદ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે કુલ 23 બૂથની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે 89 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ફરજ પર તૈનાત કરવામાં આવ્યો છે. ચૂંટણીના નિયમો અનુસાર, દરેક મતદારે બેંકના સંચાલક મંડળ માટે ફરજિયાત 15 મત આપવાના હોય છે. આ પ્રતિષ્ઠિત ચૂંટણી જંગમાં પરિવર્તન પેનલ 'ઊગતા સૂરજ' ના નિશાન સાથે ચૂંટણી મેદાને ઉતરી છે. આ પેનલના સમર્થનમાં અન્ય 3 અપક્ષ ઉમેદવારો અજયભાઈ પટેલ, ભાવિન પટેલ અને અશોકભાઈ પટેલ પણ 'દીપક' ના નિશાન સાથે જોડાયા છે. જ્યારે સત્તાધારી પક્ષ તરીકે પ્રગતિશીલ પેનલ 'ત્રાજવા' ના નિશાન સાથે ચૂંટણી લડી રહી છે. ચૂંટણીની મતગણતરી પણ આજે રવિવારે જ સાંજે 4 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે. મોડી રાત સુધીમાં પરિવર્તન પેનલના ઊગતા સૂરજના અજવાળા પથરાશે કે પછી પ્રગતિશીલ પેનલના ત્રાજવાનું પલ્લું નમશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં કારમાંથી તબીબનો મૃતદેહ મળ્યો:સુન્દરગઢ નજીક પાર્ક કરેલી કારમાંથી મૃતદેહ મળતાં પોલીસ તપાસ શરૂ
    Next Article
    જામનગરમાં અનોખો કિસ્સો એક જ પરિવારમાંથી ચોથી પેઢી સુધી વકીલ:સમસ્ત ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment