Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસનો આભાર માનજો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું પોલીસ પરિવાર અને નવરાત્રી છોડી તમારી સુરક્ષામાં, AMC ચેરમેને ગરબામાં ભાગ લીધો

    1 day ago

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચોથા નોરતે અમદાવાદમાં અલગ અલગ ગરબા સ્થળો પર હાજરી આપવામાં આવી હતી. એસજી હાઇવે પર એશ્વર્યા મજમુદારના સ્વર્ણિમ નગરી ગરબામાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત પોલીસનો આભાર પણ માનજો. સૌ લોકો ગરબા રમી શકે અને તમારી સુરક્ષા માટે પોલીસ આખી રાત પરિવાર અને નવરાત્રીનો ત્યાગ કરે છે. જેથી સૌ લોકો પોલીસનો આભાર માનજો આખી રાત જાગીને કિર્તીદાન ગઢવી અને જીગર દાન ગઢવીના ગરબામાં પણ તેઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા મંડપમ ગરબામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને ગોતાના પૂર્વ કોર્પોરેટર અજય દેસાઈ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરી હતી. ગરબા આયોજક વ્રજ ઘોડાએ જણાવ્યું હતું કે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઢોલ અને શરણાઈ પર ગરબા રમાય છે. ખુબ સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે અને ખાસ કરીને યંગ અને genz લોકો માટે ગરબાનું સ્પોટ બની ગયું છે. કોઈપણ ઓવર ક્રાઉડ થતું નથી અને પાર્કિંગ સહિતની સુવિધાના કારણે લોકો અહીંયા રમવા આવી રહ્યા છે. હર્ષ દાંડાવાલાએ જણાવ્યું હતું કે ફોરેસ્ટ થીમ ઉપર આખું મંડપમ ઊભું કરવામાં આવ્યું છે. ગરબા સ્થળ પર પ્રવેશથી લઈ અને અલગ અલગ જગ્યા ઉપર ખૂબ જ સુંદર ડેકોરેશન સાથેનું ગરબા સ્થળ બનાવવામાં આવ્યું છે લોકો શાંતિથી ગરબા રમી શકે અને અહીંયા જ ફૂડ ની મજા માણી શકે તેના માટે ફૂડ કોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સૌથી વધારે genz લોકો અહીંયા ગરબા રમવા માટે આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દુબઈ મોકલવાની લાલચ આપી બેંક ખાતાં ખરીદ્યાં:બોસ સ્કેમ આચરતી ગેંગનો પર્દાફાશ, ઝિપ ફાઇલથી ડિવાઇસ હેક કરી 40 લાખ પડાવનાર હરિયાણાનો નવીન જાટ ઝડપાયો
    Next Article
    ગુજરાતના 4 જિલ્લામાં નવી મેડિકલ કોલેજો બનશે:ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર-સોમનાથમાં સરકારી હોસ્પિટલો અપગ્રેડ થશે, PPP મોડલ પર મેડિકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment