Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરિયાનો બાળક આપવાનો ઇનકાર

    1 day ago

    મૂળ હિંમતનગરની યુવતી કાકાની દીકરીના ઘરે જતાં તેને ત્યાંના યુવક સાથે પ્રેમ થયો. ઘરના વડીલોએ ના પાડી, સમાજે વિરોધ કર્યો, છતાં બંનેએ અમે સાથે જીવીશું કહીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. પણ ભાગીને કરેલા આ લગ્નનું અંજામ એટલું કડવું નીકળ્યું કે આજે તે જ યુવતી મારઝૂડ અને અરમાનો સહન કરી તિરસ્કાર મેળવી સાસરિયામાંથી પોતાના બાળકને લેવા માટે ઝઝૂમી રહી હતી. 181 હેલ્પ લાઈન વહારે આવતા મહિલા આજે પોતાના બાળકને ખોળામાં લઈને પિયરના આંગણે પાછી ફરી છે. લગ્ન પહેલા બધું સપનાની જેમ લાગતું હતું. પણ સાસરે ગયા બાદ જ ખબર પડી કે જેને જીવનસાથી માન્યો તે માનસિક રીતે અસ્થિર છે. મને લાગ્યું પ્રેમથી બધું ઠીક થઈ જશે, પીડિતાએ કહ્યું. પણ અહીં તો રોજની મારઝૂડ, અપમાન અને ત્રાસ શરૂ થયા. પતિ ઘરની બહારથી પોતાના પર પથ્થર ફેંકાતા, એકવાર તો માથામાં પથ્થર પણ વાગ્યો. પહેલીવાર પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ પતિના હાથનો માર ખાવો પડ્યો અને તે સમયે ગર્ભપાત થઈ ગયો હતો. માતા નાની ઉંમરમાં ગુજરી ગયા. પિતાએ ભાઈ-બહેનને મોટા કર્યા. જોકે પિતાનો વિરોધ હોવા છતાં લીધેલો નિર્ણય આજે જીવ પર આવી પડ્યો. સાસરિયાના ત્રાસમાંથી છૂટી મહિલા પિયર આવી 1 વર્ષના બાળકને પણ સાસરિયા પરત આપવા તૈયાર ન હતા. તૂટી ગયેલી મહિલાએ હિંમત કરીને 181 મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો. સખી વન સ્ટોપ સેન્ટરે પરિસ્થિતિથી હતાશ મહિલાને આશરો આપ્યો. 7 દિવસની કાનૂની અને સામાજિક દોડધામ બાદ પૂર્વ સરપંચની દરમ્યાનગીરીથી પતિએ બાળક માતાને સોંપ્યું. આજે તે મહિલા બાળક સાથે પિયરમાં સુરક્ષિત છે. જોકે બાળક મેળવી લીધા બાદ મહિલાના જીવન નું આગળ શું તેનો નિર્ણય હજુ બાકી છે. ભાગીને કરેલા લગ્ન હંમેશા રંગીન નથી હોતા‎ 181ના સદસ્ય બીજલ બેનની ટીમ કહે છે, પ્રેમ કરો પણ આંખ બંધ કરીને નહીં. કોઈપણ નિર્ણય પહેલા કુટુંબ અને કાયદાની સલાહ લો. ભાગીને કરેલા લગ્ન હંમેશા રંગીન નથી હોતા. ક્યારેક તેની કિંમત આંસુ અને લોહીથી ચૂકવવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:મોડાસામાં પોલીસ જીપમાં 3 યુવકોએ રીલ્સ બનાવતાં પોલીસે માફી મંગાવી
    Next Article
    ગાડીનો ચાલક અને અન્ય શખ્સ ફરાર‎:શામળાજીના નાપડાકંપા પાસેથી 4.73 લાખનો વિદેશી દારૂ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment