Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાડીનો ચાલક અને અન્ય શખ્સ ફરાર‎:શામળાજીના નાપડાકંપા પાસેથી 4.73 લાખનો વિદેશી દારૂ જપ્ત

    1 day ago

    અરવલ્લી એલસીબીની ટીમે શનિવારે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના નાપડા કંપા સ્ટેન્ડ નજીક શામળાજીથી હિંમતનગર તરફ જતાં નેશનલ હાઇવે પરથી ગાડીમાંથી 4.73 લાખનો દારૂ પકડ્યો હતો. જોકે ગાડીમાં સવાર દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો ફરાર થઈ જતાં પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીએ શામળાજી બસ સ્ટેશન પાસે રતનપુરથી શામળાજી તરફ આવતી ગાડીને ઉભી રાખવાનો ઇશારો કરતાં ચાલકે ગાડી ઉભી ન રાખતાં પૂરઝડપે શામળાજી આશ્રમ તરફ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે નાપડા કંપા સ્ટેન્ડ નજીક હાઇવેની બાજુમાં ગાડી મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 1068 બોટલ અને ટીન કિં.4,73,280 જપ્ત કરી હતી. પોલીસે ગાડી સહિત કુલ 9,73,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ફરાર થયેલા ગાડી ચાલકની તેમજ અન્ય એક સાગરિતની ઓળખ તેમજ ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરિયાનો બાળક આપવાનો ઇનકાર
    Next Article
    અરજદારો તા.10 જુલાઈ સુધી અરજી કરી શકશે‎:મોડાસામાં તા. 23મીએ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment