Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જૂની ઈમારતનો રવેશ ધરાશાયી‎:સ્થાનિકોએ કહ્યું, પાલિકાને અવાર નવાર જાણ કરી પણ કાર્યવાહી નહીં

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે એક ગંભીર ઘટના બની હતી.અંદાજે 125 વર્ષ જૂની ઈમારતનો રવેશ ધરાશાયી થયો હતો.સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ નીચે પાર્ક કરેલ ગાડીઓને નુકસાન થયું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અવાર નવાર પાલિકાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જ્યારે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે અગાઉ આવી જર્જરીત ઇમારતોને નોટીસ આપવામાં આવી હતી અને ઇમારત માલિકોને ઉતારવાની હોઈ છે. જે ઇમારત પડી છે તેનું વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલે છે. વેરાવળની મુખ્ય બજાર નજીક આવેલ કાળા બાવાના તકિયો તરીકે જાણીતા વિસ્તારમાં ગઈકાલે એક અંદાજે 125 વર્ષ જૂની પૌરાણિક ઈમારતનો રવેશ ધરાશાયી થયો હતો. સવારે 11 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી ત્યારે નીચે પાર્ક કરેલ ગાડીઓને નુકસાન થયું હતું.જ્યારે સદ્નસીબે કોઈની અવર જવર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અવાર નવાર પાલિકાને આ ઇમારત ઉતારવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે અગાઉ 82 જેટલી જર્જરીત ઇમારતોને નોટીસ આપવામાં આવી હતી અને 6 ઈમારતો પાલિકા દ્વારા ઉતારવામાં આવી રહી છે. અમુક આસામીઓ દ્વારા જર્જરિત ઇમારતો ખાલી ન કરવામાં આવતી હોવાની તાલુકા સંકલન બેઠકમાં પ્રાંત અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. હાલ જે આ ઈમારતનો રવેશ ધરાશાયી થયો છે ત્યાં પાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર સહિતની ટીમોને મોકલવામાં આવી છે અને તેમનું કનેકશન કાપવાની પણ કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નાયબ નિયામકને રજૂઆત:મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર ન મળે તો કોર્ટમાં લઇ જવા ચીમકી
    Next Article
    કાર્યવાહી:મોડાસામાં પોલીસ જીપમાં 3 યુવકોએ રીલ્સ બનાવતાં પોલીસે માફી મંગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment