Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ નિયામકને રજૂઆત:મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર ન મળે તો કોર્ટમાં લઇ જવા ચીમકી

    11 hours ago

    મોરબીના સીરામીક ટાઇલ્સ અને સેનેટરી વર્સમાં વિવિધ ટાઇલ્સ અને પોખરાના ઉત્પાદનમાં માટીની ઝીણી રજકણ ઉડતી હોય અને આ રજકણ નાક અને મોઢેથી શ્રમિકોના હૃદય અને ફેફસામાં જામી જતી હોય બાદમાં મોટું સ્વરૂપ ધારણ કરે એટલે શ્રમિકોનો શ્વાસ રૂંધાય અને આ બીમારીને સિલિકોસિસ તરીકે ઓળખાતી હોય જેનો હમણાં ત્રણ શ્રમિકો ભોગ બન્યા હોય મજૂર કાયદા મુજબ જે તે કંપનીએ એ મજૂરને વળતર ન ચૂકવતા અને આ કંપનીને વળતર ચૂકવવામાં ફરજ પાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં મોરબીની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી (DISH) ઢીલી નીતિ અપનાવતી હોવાના ગંભીર આક્ષેપ સાથે સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી દ્વારા આ કચેરીના નાયબ નિયામકને રજૂઆત કરાઇ છે. મોરબી સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા રાજ્યના શ્રમમંત્રી, શ્રમ વિભાગના સચિવ શ્રમ આયુક્ત તથા મોરબી કલેક્ટર અને સિલિકોસિસ કમિટીના અધ્યક્ષ સ્વપ્નિલ ખરેને રજૂઆત કરી હતી કે, મોરબીના ત્રણ પીડિત શ્રમિકોના વળતર જે તે કંપનીએ ચૂકવ્યું નથી. જેમાં રમેશભાઈ બાબુભાઈ રાઠોડ, સિલિકોસિસના કારણે મૃત્યુ પામેલા સ્વ.મેરુભાઈ દેવશીભાઈ કણજારીયા અને મીઠાભાઈ પુજાભાઈ સોલંકીએ સીરામીક કારખાના અને સેનેટરી વર્સમાં 20 વર્ષથી વધુ સમય સુધી મજૂરી કામ કર્યાના પુરાવા છે. અગાઉ કચેરી દ્વારા આ પીડિતોના સ્ટેટમેન્ટ લેવાયા હતા અને એકમોને 15 દિવસમાં વળતર ચૂકવવા નોટિસ પણ ફટકારવામાં આવી હતી.પરંતુ અચાનક આ કાર્યવાહી અટકાવી દઈને કચેરી દ્વારા શ્રમિકોને સીધા જ લેબર કોર્ટમાં અરજી કરવાની સલાહ આપતા ગોળ-ગોળ જવાબો આપતા આ કચેરીની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. DISH કચેરી કાયદાનું ઉલ્લંઘન કરી રહી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને ચીમકી આપી હતી કે 7 દિવસની અંદર કચેરી અધિકૃત અધિકારી તરીકે જાતે લેબર કોર્ટમાં વળતર અરજી દાખલ નહીં કરે, તો ન્યાયતંત્રનો આશરો લેવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.
    Click here to Read More
    Previous Article
    लॉकअप सीजन 2 से इविक्ट हुआ पहला कंटेस्टेंट, आकांक्षा चमोला ने कुबूला- मुझे लड़कियां पसंद हैं
    Next Article
    વેરાવળમાં જૂની ઈમારતનો રવેશ ધરાશાયી‎:સ્થાનિકોએ કહ્યું, પાલિકાને અવાર નવાર જાણ કરી પણ કાર્યવાહી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment