Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:ચા-બાઝ ‘ટાઇમપાસ’ પ્રજાતિની ચિંતા

    1 day ago

    ધ્રુવ બોરીસાગર દેશમાં બે પ્રકારની બેરોજગારી છે - એક જે સરકારી ચોપડે નોંધાયેલી છે, જે દર પાંચ વરસે દેખાડવામાં આવે છે! અને બીજી પ્રકારની બેરોજગારી એટલે ટાઇમપાસ કરનારી પ્રજાતિ – આ પ્રજાતિ ‘દુનિયાનું શું થવા બેઠું છે?’ એની ચિંતામાં ટોળે વળીને ચાર રસ્તે બેઠેલી જોવા મળે છે. આ ચા-બાઝ ‘ટાઇમપાસ’ પ્રજાતિની આજે વાત કરવી છે. આ ‘ટાઇમપાસ’ પ્રજાતિ પાસે શ્વાસ લેવાનો સમય પણ ન હોવાથી એક શ્વાસે કોઈપણ વિષયનું તમે માપ આપો એવડું ‘રજનું ગજ’ અને ’કાગનો વાઘ’ કરી શકે છે! એનું કારણ, આપણે ત્યાં દરરોજ કૌભાંડ, ચોરી, ભ્રષ્ટાચારની નવી કોરીકટ ઘટનાઓ(જૂની ભીની સંકેલાઈ જતી હોવાથી)નો દોર ચાલ્યાં જ કરે છે. આ પ્રજાતિ પાસે દુનિયાની કોઈપણ સમસ્યાનો ઉકેલ જીભવગો હોય છે! આ લોકોનો કન્વિન્સિંગ પાવર એટલો ખતરનાક હોય છે કે વરસાદ ન પડવામાં ગ્લોબલાઇઝેશન અને અર્થતંત્રમાં ખાધ પડવામાં ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે – એવું સામેવાળાને માનવા મજબૂર કરે છે! આ લોકોએ વિચારીને સૂચવેલી બધી યોજનાઓનો જો અમલ થાય તો નક્કી આપણે થોડાં વર્ષોમાં મહાસત્તા બની શકીએ. આ પ્રજાતિની વાતોમાં ચિંતન શિબિર (મોટિવેશન) અને ધ્યાન શિબિર (મેડિટેશન)નો અનુભવ એકસાથે થતો હોવાથી સાંભળનારના આંખ અને કાનમાં ડૂમો ભરાઈ જવાથી કાંઈ બોલી શકવાને લાયક રહેતા નથી! AI કે ROBOT પણ આ લોકોનું કાંઈ બગાડી શકશે નહીં, કારણ કે દુનિયાની કોઈ શક્તિ નવરાને વધુ નવરો કરી શકતી નથી! (નગ્ન માણસ માટે પણ આ નિયમ એટલો જ લાગુ પડે!) અફસોસ કે આપણે ત્યાં આ પ્રકારની વિશિષ્ટ આવડતની કદર થતી નથી! મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર તો આપણને એવા કોઠે પડી ગયા છે કે ઍસિડિટી પણ થતી નથી. છતાં, આ ટાઇમપાસમાં નિષ્ણાત પ્રજાને ચર્ચા માટે રાજકારણ સૌથી ગમતો વિષય છે, કારણ કે ગરિમા જાળવ્યા વિના રાજકારણ ગમે ત્યારે રમાયાં અને ગરમાયાં કરે છે! પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીને ભણતાં ભણતાં અભ્યાસક્રમમાં ન હોય એવા પ્રયોગો વ્યવહારમાં જોવા મળે એ માટે રાજકારણીઓ કટિબદ્ધ હોય છે. ચૂંટણી આવે એટલે આ ટાઇમપાસ પ્રજાતિ બિઝી બિઝી. ક્યાં કાચું કપાયું? ક્યાં ખોટું થયું? કોણ રમત રમી ગયું? કોનું પત્તું કેટલામાં કપાયું? આ ટાઇમપાસ પ્રજાતિ એના વિશ્લેષણ કરવામાં લાગી જાય છે! ઊભેલા ઉમેદવારો જ એકબીજા પર કાદવ-કીચડ ઉછાળતા હોવાથી મતદારને ઉમેદવારનું વ્યક્તિત્વ સ્પષ્ટ દેખાતું ન હોવાથી કોણ વધુ સારું છે? (એટલે કે કોણ ઓછું ખરાબ છે?) એ નક્કી કરવામાં થતી મૂંઝવણ આ લોકો દૂર કરી આપે છે. ‘બેફામ’ની ગઝલ બધા નેતા ગાઈ શકે: ‘થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.’ આ ટાઇમપાસ પ્રજાતિ માટે જ ક્રિકેટની આટલી બધી ટૂર્નામેન્ટના આયોજન થતું હોય એવું લાગે છે. (સટ્ટાબાજો પણ આ પ્રજાતિ કુળના હોય છે!) ક્રિકેટમાં ભલે ટપ્પો ન પડતો હોય પરંતુ, બૉલરે દડાનો ટપ્પો ક્યાં પાડવો જોઈએ? એનું જ્ઞાન આ પ્રજાતિ પાસે હોય છે. અંદર બેઠેલો ‘ક્રિટિક’ સળવળ સળવળ થયા કરે છે એટલે ક્યારેક તો બેટ્સમેને કેવી રીતે રમવું જોઈએ એની સલાહ એક્શન સાથે આપે છે! બેટ પકડ્યા વિના ક્રિકેટની ડિબેટમાં ભાગ લેવો એ એમનું પેશન હોય છે! એજ્યુકેશન પોલિસી અને એમાં જરૂરી આમૂલ પરિવર્તનની ગહન ચર્ચા આ પ્રજાતિ ઠંડા કલેજે કરે છે. નવ નાપાસને પણ લાગે છે કે ‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ’. પોલિસી પાછી લાવવાની જરૂર છે! તો કોઈક તો વળી વારંવાર પેપર જ ફૂટી જતાં હોવાથી પરીક્ષા પદ્ધતિ જ રદ કરવાની તરફેણ કરે છે! ‘આમ કાંઈ થોડું ચાલે?’ – હવે આ જ ચાલશે અને આમ જ ચાલશે, એની આ પ્રજાતિને ખબર હોવા છતાં ‘દુનિયા બદલ ડાલો’ની ચર્ચામાં ભાગ લેનારા ટાઇમપાસ પ્રજાતિના ક્રાંતિકારી સભ્યો ઘરે આવીને બધું ચાલશે, ફાવશે અને ભાવશે – એડજસ્ટમેન્ટ કરી લેતા હોય છે! ‘હું નહોતો કહેતો, આમ જ થશે’ ઘટના બની ગયા પછી વેત્તા વગરના ભવિષ્યવેત્તા પણ આ પ્રજાતિમાં ક્યારેક જોવા મળે છે! મોબાઇલ ઉપર ટાઇમપાસ કરતી પ્રજાતિનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક ન કર્યો કારણ કે એમાં તો આપણે સૌ કોઈ આવી જઈએ! આઇસ ક્યૂબ: ટાઇમપાસ કરવા માટે પોતાનાં લગ્નની સીડી ફરી જોવાની ઇચ્છા ક્યારેય કોઈ પતિને થતી નથી! }
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:આપણા જેવું, આપણા જેટલું જીવીએ
    Next Article
    જીવનના હકારની કવિતા:કાનથી કાનાનો શૃંગાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment