Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:આપણા જેવું, આપણા જેટલું જીવીએ

    23 hours ago

    ડો. જયેશ વાછાણી પાછું વાળીને ક્યારેક જિંદગીને જોઈએ તો ખ્યાલ આવે કે ભોગવેલી ઘણીખરી મુશ્કેલીઓ બીજા સાથેની સરખામણી કે સ્પર્ધાથી આપણે જાતે જ નોતરેલી હોય છે. બીજા જેવા થવા અને બીજાથી આગળ નીકળવા મથતા આપણે હાથે કરીને અસંતોષ, અશાંતિ, દુ:ખ ઊભું કરીએ છીએ. આપણે જરૂર છે કે જોઈએ છે તે મેળવવા કે આપણી લાયકાત કે તાકાત મુજબ બનવા બધું જ કરાય પણ બીજા પાસે છે એટલે એવું મેળવવા કે બીજો એવો છે એટલે એવું થવા ખોટાં હવાતિયાં મારવાની જરાય જરૂર લાગતી નથી. આપણે સંતાનોને પણ બીજા જેવાં અને બીજાથી સારા થવાની ગળથૂથી પાઈ મોટાં કરતા હોઈએ છીએ. ‘જો પેલી કેવી છે થા એના જેવી’ કે ‘એને એટલા આવ્યા તો તારે કેમ ઓછા, એનાથી તારે વધારે આવવા જોય’ જેવી વાતોથી આપણે જે ભૂલ કરી છે તે પાછી એ’ય કરે એવું કરીએ છીએ. આપણે આપણી તાકાતને તેજ કરવા કરતાં, બીજા જેવી તાકાત મેળવવા ઝાઝા મથીએ છીએ. બીજા જેવું મળશે ત્યારે ઉછીનું મળ્યા જેવું થશે, એ આપણા મુજબનું છે જ નહીં તેથી એ ટકશે નહીં. એટલે વળી પાછું કોઈક બીજા જેવું થવા કે ત્રીજાથી આગળ વધવાનું મન થશે. આના કરતાં તો જાતને જાણી, ખુદની સ્ટ્રેન્થ વિકનેસ તપાસી, આપણી લાઇક અને પ્રાયોરિટીને જ મઠારાય કે વધારાય. દરેકની પોતાની તાકાત અને મર્યાદા હોવાની, એના આધારે એને ફાયદો કે નુકસાન થાય. ફાયદો વધારવા કે નુકસાન ઘટાડવા પોતપોતાની તાકાત વધારવી ને’ મર્યાદા ઘટાડવી પડે. આને બીજા સાથે કશી લેવાદેવા નથી. સ્પર્ધા કરવી જ હોય તો જાત સાથે કરાય. ખુદના જ રેકોર્ડ તોડાય. પણ બીજાને પછાડી આગળ વધવાની હલકી રમત ના રમાય. કોઈકથી આગળ વધી જવાની હોડમાં કયારેક જાત ભૂલાય જાય, નજીકના પરિવારજનો કે મિત્રોનો ભોગ લેવાય જાય કે સિદ્ધાંત સંબંધ નેવે મુકાઇ જતાં હોય છે. બીજાથી મોટું થવા ખુદની સામે નાના ન થવાય. બીજા જે કરે છે, જેમ જીવે છે એને સ્વીકારી, સારું લાગે તો ઇન્સ્પાયર થવાય. તેનાથી બળીને એને પાડી દેવા, અન્યને દેખાડી દેવા, જરૂર વિના એના જેવું બનવા ન જવાય. એ એનું કામ કરે, આપણે આપણું કરાય. એ એની મહેનત, શક્તિ, સમજ કે અન્ય ગુણોથી સરસ જીવે છે તો જીવે, આપણે પણ આપણા કામ પ્રત્યે સજાગ બની, જાતની ધાર કાઢતા રહી, આપણને ગમતું મેળવાય અને આપણા મુજબનું સુપર્બ જિવાય. બીજા જેવું અને બીજાથી વધુ થવામાં આપણે આપણા જેવું અને આપણા જેટલું થવાનું ચૂકી જઈએ છીએ. વિચારજો. }
    Click here to Read More
    Previous Article
    મનદર્પણ:છોકરી શરમાઇને કંઈ જવાબ ન આપે ત્‍યારે તેની ‘હા’ સમજવી રહી
    Next Article
    મરક મરક:ચા-બાઝ ‘ટાઇમપાસ’ પ્રજાતિની ચિંતા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment