Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદર્પણ:છોકરી શરમાઇને કંઈ જવાબ ન આપે ત્‍યારે તેની ‘હા’ સમજવી રહી

    22 घंटे पहले

    ધર્મેન્દ્રસિંહ રાઠોડ અઢી-ત્રણ વર્ષના સમયગાળામાં તો ‘સોશિયલ વર્ક એન્‍ડ ડેવલપમેન્‍ટ-‘શાંતિનગર’નો પ્રોજેકટ પૂરજોશમાં ધમધમવા લાગ્‍યો. હોસ્પિટલ માટે નવું સંકુલ ઊભું થયું હતું. બાળકો માટે રાત્રિ શાળાઓ શરૂ થઈ હતી. ટ્રેનિંગ સેન્‍ટરો ખોલી વિવિધ હુન્‍નરો દ્વારા રોજગારીની તકો ઊભી કરવામાં આવી હતી. યુવાનોમાં સંસ્‍કારોનું સિંચન થાય તથા તેમનામાં વાચનની અભિરૂચિ કેળવાય એ માટેનાં યુવાકેન્‍દ્રો શરૂ થયાં હતાં. આશુતોષ ડાયરેકટરના બંગલામાં રહેતો હતો. સુનયના જોઈન્‍ટ ડાયરેકટરની જવાબદારી સંભાળતી હતી. અંગ્રેજી ભાષા પરના પ્રભુત્‍વને કારણે વિદેશોમાંથી આવતી આર્થિક સહાય અને તેનો પત્ર વ્‍યવહાર એ સંભાળતી હતી. વુમન ડેવલપમેન્‍ટનો પ્રોજેકટ પણ તેણે સંભાળ્‍યો હતો. સુનયના અને કામિની એક જ મકાનમાં રહેતાં હતાં. બહેનો માટે અલગ મકાન ફાળવવામાં આવ્‍યાં હતાં. હજુ થોડા સમય પહેલાં ગંગાઘાટે ધાર્મિક વાતાવરણમાં સત્‍સંગીઓ વચ્‍ચે દિવસ પસાર કરનાર આશુતોષ અને સુનયના અચાનક જાણે સાવ નવી સૃષ્‍ટિ પર આવી ગયાં હતાં! ફિલ્‍ડવર્કનું નિરીક્ષણ નવા પ્રોજેકટો, ટ્રેનિંગો, મીટિંગો વગેરેમાં સમય કયારે પસાર થઈ જતો હતો તેનો ખ્‍યાલ પણ રહેતો નહીં. સમાજસેવાના કાર્યમાં કયારેય રવિવાર આવતો નહીં. હા, ક્યારેક ઓફિસ બહારની લોનમાં સાંજે ખુરશી ઢાળીને આશુતોષ, સુનયના, કામિની કે અન્‍ય કોઈ કર્મચારીઓ થોડો સમય સાથે બેસી હળવાશની પળોનો લાભ લેતાં, એક ઢળતી સાંજે માત્ર આશુતોષ, સુનયના, કામિની, ડો. સલીમ, ડો. સંગીતા અને બીજા મિત્રો ખુરશી ઢાળીને બેઠા હતાં. દિવસભરનો થાકેલો સૂરજ પણ ક્ષિતિજ પર આજના દિવસને અલવિદા કહેવાની તૈયારીમાં હતો. ‘હરિદ્વારમાં ગંગાના ઘાટ પર સત્‍સંગીઓ વચ્‍ચે પસાર થયેલો સમય કયારેય યાદ આવે છે ?’ આશુતોષે સુનયનાને પૂછયું. ‘મનને ટાઢક તો ગંગાઘાટે સત્‍સંગીઓ વચ્‍ચે પણ મળતી પરંતુ અહીંની અનુભૂતિ કાંઈક વિશેષ છે.’ સુનયના એ કહ્યું. પરંતુ વિશેષ શું હતું તેનો જવાબ આશુતોષે જ આપ્‍યો, ‘ત્‍યાં આપણે માત્ર સ્‍વના કલ્‍યાણ માટે એકઠા થતા હતા. અહીં આપણે પરમાર્થ માટે કામ કરીએ છીએ. અહીં કોઈ મંદિર નથી પણ પરમાર્થમાં મેં ઈશ્વરના દર્શન કર્યા છે. વિવિધ રોગોથી પિડાતા દર્દીઓ હોસ્‍પિટલમાંથી સારવાર લઈ ઘેર પાછા ફરે છે ત્‍યારે તેમના ચહેરા પર નવું જીવન મળ્‍યાની ખુશીમાં મેં પરમાત્‍માના દર્શન કર્યા છે. આત્‍મનિર્ભર બની રોજી-રોટી કમાતી થયેલ સ્‍ત્રીઓના ચહેરા પર મેં ‘મા’ અન્‍નપૂર્ણાના દર્શન કર્યા છે ! શિક્ષણથી વિમુખ રહેલાં બાળકો લખી-વાંચી શકતાં થાય ત્‍યારે તેમના નિર્દોષ ચહેરા પર ‘મા’ સરસ્‍વતીનો મલકાતો ચહેરો જોયાની મને અનુભૂતિ થઈ છે! સાંજે પાનના ગલ્‍લે ઊભા રહી સમય વેડફતા યુવાનો હવે યુવાકેન્‍દ્રોમાં જતાં થયા છે. આ તો હજુ શરૂઆત છે, આવનારા દિવસોમાં દરેક પ્રોજેકટનાં વધારે સારાં પરિણામો દેખાશે.’ ‘યોગીજીએ યોગ્‍ય જ કહ્યું હતું કે, ‘માનવસેવા એ જ પ્રભુસેવા છે.’ મને હવે પ્રતીતિ થવા લાગી છે કે માનવસેવાના માધ્યમથી જ પ્રભુ સુધી પહોંચી શકાય છે.’ અને પછી ખુરશી પરથી ઊભાં થતાં કહ્યું, ‘પ્રભુ સુધી પહોંચી શકાય કે ન પહોંચી શકાય પરંતુ અત્‍યારે જે કામ થઈ રહ્યું છે એ કામના અર્કસમું અમૃત મળ્‍યાની અનુભૂતિ ચોક્કસ થાય છે. આવી અનુભૂતિ જીવનમાં ક્યારેય થઈ નથી. ગંગાઘાટ પર નહીં અને યોગીજીની પર્ણકુટિમાં પણ નહીં.’ હેલ્‍થ વિભાગને ખરા અર્થમાં ધબકતું કરવામાં ડો. સલીમ અને ડો. સંગીતાનું યોગદાન પણ પ્રશંસનીય હતું. આ દંપતી પ્રોજેક્ટની શરૂઆતથી જ દિવસ-રાત જોયા વગર બીમાર દર્દીઓની સેવામાં લાગી ગયું હતું. આશુતોષ, સુનયના, કામિની, કુમાર, ડો. સલીમ, ડો. સંગીતા લોકોની સેવા કરવાની બાબતમાં સમાન વિચારસરણી ધરાવતાં હતાં. સમાજસેવાની ભેખ લીધેલી અન્‍ય કેટલીક વ્‍યક્તિઓ પણ આ મિશનમાં જોડાયેલી હતી. શાંતિનગર સમાજસેવાની તપોભૂમિમાં એકઠા થયેલા દરેક પાત્રની અલગ દાસ્‍તાન હતી. ડો. સંગીતા વિતેલા જીવનના કોલેજના સમયનો અધ્યાય બયાન કરી રહ્યાં હતાં. શાંતિનગર પ્રોજેકટના મિત્રો આશ્ચર્યસભર તેમને સાંભળી રહ્યાં હતાં. ‘હું અને ડો. સલીમ સમાન વિચારસરણી ધરાવતાં હતાં. અમે માનતા અને આજે પણ માનીએ છીએ કે દર્દી પોતાના જીવન માટે ઈશ્વર પછી કોઈના પર સંપૂર્ણ ભરોસો કરતા હોય તો એ ડોક્ટર છે. કેટલાક દર્દીઓ માટે તો ડોકટર જ જાણે ઈશ્વરનું રૂપ લઈને આવે છે! દેશનાં મોટાં શહેરોમાં ડોકટર અને હોસ્‍પિટલોની સેવા સહેલાઈથી મેળવી શકાય છે, પરંતુ દૂરનાં ગામડાંઓમાં જઈ ગરીબ દર્દીઓની સારવાર કરવી અને જીવનમાં આર્થિક સંપત્તિને ગૌણ સમજવી. એ મારા અને ડોક્ટર સલીમના વિચારો હતાં. એમ. બી. બી. એસ.ની ડિગ્રી મેળવ્‍યા પછી અમે સાદાઈથી મેરેજ કર્યાં. સમાન વિચારસરણી અમારા સફળ લગ્નજીવનના પાયામાં છે.’ ડો. સંગીતાએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું. સાંજના આઠ વાગ્યા હતા. અન્‍ય કર્મચારીઓ મેસમાં જમી રહ્યા હતા. ડો. સલીમે ઊભા થઈને આશુતોષને કહ્યું, ‘સર, આજે ઘણી વાતો થઈ. હવે અમે રજા લઈએ. આવતીકાલે સવારે ડો. મેથ્‍યુસ એક મોટું ઓપરેશન કરવાના છે. અમારે તેમની સાથે મદદમાં રહેવાનું છે.’ પચાસેક વર્ષના ડો. મેથ્‍યુસ સર્જન હતા અને શાંતિનગર હેલ્‍થ વિભાગના ‘હેડ ઓફ ધ ડિપાર્ટમેન્‍ટ’ હતા. અત્‍યાર સુધી માત્ર શ્રોતા બનીને બેઠેલા આશુતોષે ડો. સલીમ અને ડો. સંગીતાને કહ્યું, ‘યૂ આર જિનિયસ, યૂ બોથ આર જિનિયસ! તમારા બંનેની નિખાલસ વાતો સાંભળી ઊભાં થઈ સેલ્‍યુટ મારવાનું મન થાય છે અને હા, કોલેજના દિવસો દરમિયાન આદર્શ કે સિદ્ધાંતોની વાતો કરવી અને પછી વાસ્‍તવિક જીવનમાં એ વિચારોને અમલમાં મૂકવા એ કાર્ય સહેલું નથી. અહીં દૂરના ગામડામાં આવી ગરીબ દર્દીઓની સેવામાં તમે બંને જોડાયાં છો એ દર્શાવે છે કે તમારા સિદ્ધાંતોને તમે ચરિતાર્થ કરી બતાવ્‍યા છે. અમે તેના સાક્ષી છીએ.’ ‘થેન્‍ક યૂ સર! આપ જેવા કદરદાનોની કદર, બસ, એ જ અમારું ‘બેન્‍ક બેલેન્‍સ’ છે.’ અને પછી હસીને ડો. સલીમે ઉમેર્યું. શહેરના આલીશાન એ. સી. બંગલાઓ કરતાં અહીં કુદરતના ખોળે વધારે મીઠી ઊંઘ આવે છે. ગુડ નાઈટ સર!’ ‘ગુડ નાઈટ ડોક્ટર!’ આશુતોષે પ્રત્‍યુતર આપ્‍યો. મેસ તરફ ડગ ભરતાં સેવાભાવી ડોકટર દંપતીને સૌ નીરખી રહ્યાં. રોજ સાંજે ખુરશી ઢાળીને બેસવાના ક્રમમાં આજે સારો એવો સમય પસાર થઈ ગયો હતો. બધાં છૂટા પડવાની તૈયારીમાં હતાં. આશુતોષે શાંતિનગર પ્રોજેકટ શરૂ કર્યો ત્‍યારે કર્મચારીઓની ભરતી બાબતે આપેલ જાહેરાતના અનુસંધાને સોશિયલ વર્કની માસ્‍ટર ડિગ્રી ધરાવતો અમદાવાદનો કુમાર પસંદ થયો હતો. કામિની સાથે તેને સારો મનમેળ હતો. સુનયનાએ આશુતોષને કહ્યું, ‘આજે દરરોજ કરતાં થોડું વધારે મોડું તો થયું છે, છતાં થોડીવાર હજુ બેસીએ. મારે તમારી સાથે કામિની અને કુમાર સંબંધી થોડી વાત કરવી છે અને સલાહ પણ લેવી છે.’ ‘હા, બોલો.’ આશુતોષ ફરી ખુરશી પર બેસતા બોલ્‍યો. ‘તમને તો ખ્‍યાલ છે, કામિનીને હું ઘણાં વર્ષથી ઓળખું છું, હરિદ્વારમાં અમારા બંગલાને અડીને જ તેનું મકાન છે. તેનાં કુટુંબમાં માત્ર તેની માતા જ છે. પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તે આજે હયાત નથી. કામિનીની માતાને સ્‍વર્ગસ્થ પતિનું પેન્‍શન મળે છે. કામિની બી. એસસી. થઈ છે. શાંતિનગર પ્રોજેક્ટમાં જોડાઇ એ પહેલાં તે ટયૂશન આપતી. તેની માતાએ મને જ્ઞાતિનો સારો મુરતિયો મળે તો ધ્યાન દોરવા ભલામણ કરી છે. બંનેની ઉંમર લગભગ સરખી છે. એક જ જ્ઞાતિના છે અને સૌથી અગત્‍યની બાબત એ છે કે બંને સારા મિત્રો છે, કુમારનું મન પારખવા મેં ગઈકાલે તેની સાથે વાત કરી હતી. તેના તરફથી ‘હા’ છે. હવે આપણે કામિનીને પૂછવાનું છે.’ પોતાનાથી થોડે દૂર બેઠેલી કામિનીને નજીક બોલાવી સુનયનાએ ધીમેથી પૂછ્યું, ‘કુમાર કોઇ પણ કુંવારી છોકરીને ગમે તેવો સોહામણો યુવાન છે, ખરુંને? કામિનીએ કાંઈ ઉત્તર આપ્‍યો નહીં. તેના ચહેરા પર લજ્જાના ભાવ ઊપસી આવ્‍યાં. ‘મેં કુમાર સાથે વાત કરી છે, તેની ‘હા’ છે અને હવે તારે અમને જવાબ આપવાના છે.’ સુનયનાએ કહ્યું. કામિની શરમાઇને નીચે જોઈ ગઈ. પોતાના જમણા પગના અંગૂઠા વડે એ જમીન ખોતરી રહી. સુનયનાએ આશુતોષને કહ્યું, ‘છોકરી શરમાઇને કંઈ જવાબ ન આપે ત્‍યારે તેની ‘હા’ સમજવી રહી. કુમારનાં માતા-પિતા અમદાવાદમાં રહે છે. તેમની સાથે વાત કરવા મારે અમદાવાદ જવું પડશે.’ ‘શુભ કામો ઝડપથી આટોપવા જોઈએ.’ આશુતોષે કહ્યું. ‘હું આવતીકાલની ટ્રેનમાં જ અમદાવાદ જવાનો વિચાર કરું છું.’ સુનયનાએ કહ્યું. ‘હા, ચોક્કસ જઈ આવો.’ આશુતોષે પ્રત્‍યુતરમાં કહ્યું. બીજા દિવસની ટ્રેનમાં સુનયના અમદાવાદ જવા રવાના થઈ ગઈ હતી. }(ક્રમશઃ)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:ઓઢણી બનવા સુધીમાં કપાસની અનેક પરીક્ષા થતી હોય છે
    Next Article
    થેન્ક યૂ:આપણા જેવું, આપણા જેટલું જીવીએ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment