Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:કાનથી કાનાનો શૃંગાર

    1 day ago

    કાનુડાને સ્નાન કરાવવું પડે. રોજબરોજ. આળસ વિના. ભક્તિ રૂટિન બને એની તકેદારી રાખીને! જમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા વસ્ત્રે અંગે લૂછી આપું, પીળું પીતામ્બર પ્યારમાં તેલ સુગંધીવાળું નાખું, વાંકડિયા તુજ વાળમાં કુમકુમ કેરું તિલક સજાવું, ત્રિકમ! તારા ભાલમાં અલબેલી આંખોમાં આંજું અંજન, મારા વાલમા હસતી જાઉં વાતે વાતે, નાચી ઊઠું તાલમાં નજર ન લાગે મારી માટે, ટપકાં કરી દઉં ગાલમાં પગમાં ઝાંઝર છુમછુમ વાગે, કરમાં કંકણ વાલમા! કંઠે માલા, કુંડળ કાને, ડોલે ચિતડું ચાલમાં મોર મુગુટ પહેરાવી માથે, મુરલી આપું હાથમાં કૃષ્ણ ‘કૃપાલુ’ નીરખી શોભા, સળગે સઘળી વાસના - સ્વામી કૃપાલ્વાનંદજી નિરાકારને આકાર આપે તે ભક્તિ. આકારને નિરાકાર અનુભવે તે જ્ઞાન. આખુંય પદ ખૂબ લોકપ્રિય છે. એના રચયિતા યોગાચાર્ય કૃપાલ્વાનંદજી છે તેની ખબર બહુ ઓછાને હશે. રોજ સાંભળતા આ પદને આસ્વાદથી સ્નાન કરાવવું છે તેમાં પણ ભક્તિ જ છે. હવે તો આપણે પણ બદલાતાં સમયની સાથે ચીલઝડપે બદલાઈ જઈએ છીએ. સવારે આપણને જ અડધુંપડધું નહાવા મળે છે એમાં ભગવાનને સ્નાન કરાવવાનો સમય ક્યાંથી મળે? ઠાકોરજી એ જ હોય જે આપણા સમયને કઠોરજી ના કરે! જે સમગ્ર બ્રહ્માંડના રચયિતા છે એને સ્નાન કેવી રીતે કરાવવું? જે તપથી પણ ભાગ્યે જ રીઝે એમને ભક્તિથી પ્રસન્ન કેવી રીતે કરાય? સહજ સાંપડતા આ પદમાં એના સગડ મળે છે. જવાબોની અપેક્ષા રાખ્યા વગર ભક્તિમાં ઓતપ્રોત રહીએ તો શોધ્યા વગર જ જવાબો મળી જાય. પ્રશ્નો જ આપો-આપ ઓછા થઈ જાય. શામળાનો ઠાઠમાઠ ઓછો નથી જ. એમને સ્નાન કરાવવા માટે જમુનાજળમાં કેસર ઓગાળવું-ધોળવું પડે. આંખોના જળમાં આર્દ્રતા ઉમેરવી પડે. અંગેઅંગને હળવા હાથે લાડ લડાવી લડાવીને ચોળીને સ્નાન કરાવવું પડે. નાનું બાળક જેમ બાથરૂમની ડોલમાંથી બહાર ન આવવાની જીદ કરે અને આપણી ઉતાવળને કારણે એને ખેંચીને બહાર કાઢવું ન પડે એમ એમને રીઝવવા પડે. સાબુ લગાડતી વખતે એનું ધ્યાન બીજે ચોંટાડીને બાળકના અંગેઅંગ પર સાબુ લગાડીએ એમ કાનુડાને સ્નાન કરાવવું પડે. રોજબરોજ. આળસ વિના. ભક્તિ રૂટિન બને એની તકેદારી રાખીને! ભાવ ભીતરની પ્રકૃતિ છે. એ પણ ઈશ્વરની જ દેણગી છે. સ્નાન કરાવ્યા પછી વસ્ત્રોથી લૂછીને પીળું પીતામ્બર પ્રેમથી પહેરાવવાનું છે. સુગંધવાળું તેલ વાંકડિયા વાળમાં લગાવવાનું છે. ભગવાનને તૈયાર કરવાના છે. આમ પહેલાં પાંચેય બંધ આગળ વધે છે. પછી છઠ્ઠા બંધમાં કવિ અદભુત વાતને ખોલે છે. સ્નાન પછી શૃંગાર એવો કરાવવાનો કે આપણે પોતે જ શ્રીહરિના દર્શક કરીને આપણી વાસનાઓમાંથી મુક્ત થઈ શકીએ. આપણે કરીએ તે ઠઠારો. શ્રીહરિને કરાવીએ તે શૃંગાર. આપણે કોઈને આંજી દેવા માટે તૈયાર થઈએ છીએ. ખરેખર તો બીજાની વાસનાઓ પહેલાં આપણી જ વાસનાનો શિકાર થઈએ છીએ. હરિના શૃંગાર એવા કરવાના કે આપણી વાસનાઓમાંથી ખુદ આપણે જ મુક્ત થઈ જઈએ. ખૂબ જાણીતા પદની નીચે એના કવિનું નામ નિહાળીને યોગેશ્વર પોતે પણ યોગ જ રચે છે. શ્રદ્ધા પળમાં ફળે. શ્રદ્ધા હોય તો નિરાકાર પણ સાકાર સ્વરૂપમાં મળે. મળે જ. આખું પદ કાનથી શ્રીહરિનો શૃંગાર કરે છે. }
    Click here to Read More
    Previous Article
    મરક મરક:ચા-બાઝ ‘ટાઇમપાસ’ પ્રજાતિની ચિંતા
    Next Article
    શબ્દસૌંદર્ય:ગચિયું: માટી, ચૂનો, ઈંટનો બાઝી ગયેલો ગઠ્ઠો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment