Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મરણાંજલિ:રોબર્ટ વિલિયમ બ્લેર: દેશ માટે અંગત વેદના ભૂલનારો ક્રિકેટનો અમર યોદ્ધો

    19 hours ago

    અતુલ એન. જોશી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચ (25-29 જૂન)માં ન્યૂઝિલેન્ડનો વિજય થયો. આ મેચના પહેલા દિવસે જ્યારે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ બેટિંગ કરવા મેદાન પર આવ્યા, ત્યારે તમામના હાથ પર કાળી પટ્ટી બાંધેલી હતી. 23 જૂન, 2026ના રોજ ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી રોબર્ટ વિલિયમ બ્લેર ઉર્ફે બોબ બ્લેરનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના સન્માનમાં અને શોક વ્યક્ત કરવા માટે ટીમે આ કાળી પટ્ટી લગાવી હતી. મૃત્યુ સમયે બોબ બ્લેર વિશ્વના સૌથી વધુ વય ધરાવતા પાંચ હયાત ટેસ્ટ ક્રિકેટરોમાંના એક હતા. 3 જૂન, 1932ના રોજ જન્મેલા બોબ બ્લેર જમણેરી મીડિયમ ફાસ્ટ બોલર હતા. તેમણે ન્યૂઝીલેન્ડ તરફથી પોતાની પહેલી ટેસ્ટ 6 માર્ચ, 1953ના દિવસે અને અંતિમ ટેસ્ટ 13 માર્ચ 1954ના દિવસે રમી હતી. આ એક વર્ષના ટૂંકા ગાળામાં તેઓ 19 ટેસ્ટ મેચ રમ્યા અને 43 વિકેટ ઝડપી. આંકડાની દૃષ્ટિએ બોબ બ્લેરનું ટેસ્ટ ક્રિકેટમાં કોઈ અસાધારણ પ્રદાન નહોતું, પરંતુ એક ટેસ્ટ મેચના માત્ર એક જ દાવે તેમને ક્રિકેટના ઇતિહાસમાં હંમેશાં માટે અમર કરી દીધા. 1953-54માં ન્યૂઝીલેન્ડની ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે હતી. શ્રેણીની બીજી ટેસ્ટ 24 ડિસેમ્બર 1953ના રોજ જોહાનિસબર્ગમાં શરૂ થઈ. 25 ડિસેમ્બરે ક્રિસમસના કારણે આરામનો દિવસ (રેસ્ટ ડે) હતો. બરાબર એ જ દિવસે ન્યૂઝીલેન્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી. બોબ બ્લેરના વાગ્દત્તા (ફિયોન્સે) નેરીસા લવ વેલિંગ્ટનથી ઓકલેન્ડ ટ્રેનમાં જઈ રહ્યાં હતાં, ત્યારે નદી પરનો પુલ તૂટવાના કારણે થયેલા ગંભીર અકસ્માતમાં તેમનું કરુણ મૃત્યુ થયું. આ આઘાતજનક સમાચાર મળતાં જ ન્યૂઝીલેન્ડની આખી ટીમ શોકમાં ડૂબી ગઈ. ભારે હૈયે બોબ બ્લેરે જાહેરાત કરી કે તેઓ ટેસ્ટના બાકીના દિવસોમાં ભાગ નહીં લે. 26 ડિસેમ્બરે (Boxing Day) જ્યારે રમત ફરી શરૂ થઈ ત્યારે બ્લેર હોટલના રૂમમાં એકલા રહીને રેડિયો પર મેચની કોમેન્ટરી સાંભળી રહ્યા હતા. અને આખું સ્ટેડિયમ રડી પડ્યું... મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પર ફોલોઓનનું સંકટ તોળાતું હતું. ટીમની નવમી વિકેટ 154 રનના સ્કોર પર પડી ત્યારે નોટઆઉટ બેટ્સમેન બર્ટ સટક્લિફ નિરાશ થઈને પેવેલિયન તરફ પાછા ફરી રહ્યા હતા, કારણ કે બધાને ખબર હતી કે બ્લેર રમવાના નથી. પરંતુ, સૌના આશ્ચર્ય અને આઘાત વચ્ચે બોબ બ્લેર બેટ પકડીને મેદાન તરફ ઊતર્યા. અંગત દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવા છતાં દેશ માટે મેદાન પર આવેલા બ્લેરને જોઈને આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું અને લોકોની આંખો ભીની થઈ ગઈ. બ્લેર અને સટક્લિફની આ આખરી જોડીએ માત્ર 10 મિનિટમાં, 20 દડામાં મહત્ત્વના 33 રનની ભાગીદારી કરી. જોકે, ન્યૂઝીલેન્ડ આ ટેસ્ટ મેચ હારી ગયું, પરંતુ પોતાના વ્યક્તિગત આઘાતને બાજુ પર મૂકીને દેશ માટે મેદાન પર ઊતરવાની બોબ બ્લેરની આ ખેલભાવના ક્રિકેટ જગતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. ટાંગઇવાઇ રેલ દુર્ઘટના ન્યૂઝીલેન્ડના ઇતિહાસની સૌથી મોટી રેલ દુર્ઘટના છે, જેમાં નેરીસા લવ સહિત કુલ 151 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. આ ઐતિહાસિક અને ભાવુક ઘટનાની યાદમાં વર્ષ 2023-24થી ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણીને ‘Tangiwai Shield’ (ટાંગઇવાઇ શીલ્ડ) નામ આપવામાં આવ્યું છે. આ શીલ્ડની શરૂઆત થઈ તે પહેલાં 1932થી 2023 સુધી રમાયેલી 17 શ્રેણીમાં સાઉથ આફ્રિકા ક્યારેય હાર્યું નહોતું, પરંતુ 2023-24માં ન્યૂઝીલેન્ડ પહેલીવાર સાઉથ આફ્રિકા સામે 2-0થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું. બોબ બ્લેર વિશે જાણવા જેવું અનોખો સંયોગ: તેમનો જન્મ અને મૃત્યુ બંને એક જ તારીખે એટલે કે 23 જૂનનાં રોજ થયાં હતાં. માર્ચ કનેક્શન: તેમણે પોતાની કારકિર્દીની પહેલી ટેસ્ટ (1953) પણ માર્ચ મહિનામાં રમી હતી અને આખરી ટેસ્ટ (1954) પણ માર્ચ મહિનામાં જ રમી હતી. એક જ હરીફ: તેઓ પોતાની કારકિર્દીની પહેલી અને છેલ્લી બંને ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા સામે જ રમ્યા હતા. વિક્રમી સરેરાશ: ટેસ્ટ ક્રિકેટમાં કોઈ એક ઇનિંગ્સમાં 50 રન કર્યા હોય તેવા બેટ્સમેનોમાં સૌથી ઓછી બેટિંગ એવરેજ (6.75)નો અનોખો રેકોર્ડ આજે તેમના નામે છે.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:સ્કૂલે ગયા વગર સનદી અધિકારી!
    Next Article
    અમલપિયાલી:ઓઢણી બનવા સુધીમાં કપાસની અનેક પરીક્ષા થતી હોય છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment