Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૉલાજ:સન્નારીઓનું સેલ્ફ ડિફેન્સ : સ્વથી સ્વદેશ સુધી

    15 hours ago

    હરદ્વાર ગોસ્વામી રાણી દુર્ગાવતીને બાળપણમાં બાળવાર્તા કરતા બહાદુરીની વાર્તામાં વધુ રસ પડતો હતો. એનું તીર કદી નિશાન ચૂકતું નહીં. નાની ઉંમરમાં રમકડાથી રમવાને બદલે તીર ચલાવતી હતી. એની ઉંમરની છોકરી કરતા એમાંથી મોટાની વાત સાંભળવી ગમતી હતી. બાળપણથી જ રાજ્યની બધી વાતમાં રસ લેતી હતી. પિતા પણ સત્તાની સંતાકૂકડીની ગલીકૂંચી સમજાવતા હતા. દુર્ગાવતીનું નામ બોલતા જ લોહી લડાયક મૂડ અને હૈયામાં હામ દોડવા લાગે. ભલભલા ભડવીર પણ એનું નામ સાંભળીને હક્કાબક્કા થઇ જતા. તેઓ એકમાત્ર સંતાન હતાં તેથી તેને રાજકુમારની હોય એ બધી જ તાલીમ આપી. આ જોઇને અન્ય રાજાઓ હસતા અને કહેતા કે ‘દુર્ગાવતી ગમે તેટલી તૈયારી કરે પણ રાજકુમાર પાસે બે ઘડી પણ ટકી નહીં શકે’ પણ જ્યારે અનેક રાજકુમારોને તલવાર બાજીમાં દુર્ગાવતીએ ધૂળ ચટાડી ત્યારે એ રાજાઓની જીભ પીછેહઠ કરવા લાગી. દુર્ગાવતીના પિતા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મહોબાના ચંદેલ રાજાઓના વંશજ રાજા કીર્તિરાય, જેઓ નારીસન્માનમાં બહુ માનતા. એમના રાજ્યમાં નારીનું અપમાન એ બહુ મોટી સજા હતી. રાજ્યમાં સ્ત્રીઓને સ્વરક્ષણ માટે તાલીમ અપાતી હતી. વર્તમાન સમયમાં યુવતીની સુરક્ષાના પડકારો વધી રહ્યા છે. એમની બદલાતી જીવનશૈલીને કારણે ક્યાંય પણ જવું જરૂરી બન્યું છે અને મોટા ભાગે એકલા જવાનું થાય છે, આ સ્થિતિ પરિસ્થિતિને ધ્યાને રાખી તાજેતરમાં જ રાજપૂત સમાજની દીકરીઓને સેલ્ફ ડિફેન્સ, ફાયરિંગ અને સાઇબર ક્રાઈમ સામે સુરક્ષાની તાલીમ અપાઈ છે. આત્મરક્ષણનું પહેલું પગથિયું શારીરિક અને માનસિક રીતે મજબૂત હોવું જરૂરી છે. આજની યુવતીની ફાસ્ટ લાઈફમાં કસરત ઓછી થઇ ગઈ છે. આપણી પરંપરામાં સવારમાં પહેલા કસરત પછી કીર્તન કરવાનું કહેવાયું છે. સોશિયલ મીડિયાને કારણે આપણું ધ્યાન ભટકી રહ્યું છે ત્યારે સવારમાં કરેલા યોગ બહુ ઉપકારક નીવડે છે. આજે સ્વરક્ષણ કોઈ હથિયાર ન હોય તો કેમ આત્મરક્ષણ કરી શકીએ, એ શિખવાડવામાં આવે છે. ઓક્સફર્ડ ડિકક્ષનરીએ 2018ના ઉત્તમ હિન્દી શબ્દ તરીકે ‘નારીશક્તિ’ને ઘોષિત કર્યો હતો. સંસ્કૃતમાંથી અપનાવેલ આ શબ્દની સંસ્કૃતિને સંપૂર્ણ સન્માન આપીએ છીએ ખરાં? અર્ધાંગિનીનો આદર અને પત્નીને પ્રેમ આપીએ છીએ ખરાં? ઉડિયા ભાષાના કવયિત્રી પ્રભાસીની મહાકુડ કહે છે કે ‘સ્ત્રીને દેવી ન કહો પણ સ્ત્રી તરીકે જ સ્થાપો.’ જેમ કેટલાક કાયદાઓ માત્ર કાગળ પર રહી ગયા છે એમ સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કાગળમાં જ શોભે છે. કાગળથી આગળ ગતિ કરે છે પણ એ બહુ ધીમી છે. કાટ ખાઈ ગયેલી માનસિકતાને ચકચકિત કરવા ખુલ્લા ખયાલો અને સભરસંવેદના સાથે બેસવું પડશે. સ્વ-બચાવ એટલે મુશ્કેલીના સમયે પોતાની જાતને નુકસાનથી બચાવવી. સ્વ-બચાવના સમયે હુમલાખોરને ઈજા થાય અને તે તમે સ્વ-બચાવ માટે કર્યું હતું, એવું સાબિત કરો તો તમને કોર્ટ પણ સજા ન કરી શકે. અજાણ્યા સ્થળે ફરતા સદા સતર્ક રહો. મોટા ભાગે રાત્રે દુર્ઘટનાના કિસ્સામાં જોવા મળ્યું છે કે બહેનો ફોનમાં વ્યસ્ત હોય છે. હાજર સો હથિયાર કરીને હુમલાખોરના ગળામાં તમારો દુપટ્ટો ફસાવીને નીચે પાડી શકો છો. ઘણી માર્શલ આર્ટ શૈલીઓ સ્વ-બચાવ માટે ઉપયોગી છે. આ આર્ટનો રમતમાં અને લડાઈમાં પણ સ્વ-બચાવ માટે ઉપયોગ થાય છે. આજે તો અનેક સંસ્થાઓ મહિલાના સ્વ-બચાવ માટે કાર્યરત છે. રેપ, એબ્યુઝ એન્ડ ઇન્સેસ્ટ નેશનલ નેટવર્કના અહેવાલ મુજબ, જાતીય હિંસાના 70% કેસો અજાણ્યાઓ દ્વારા નહીં પરંતુ પરિચિત લોકો દ્વારા કરવામાં આવે છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો’ અનુસાર મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર 2021માં 56.5% હતો જે 64.5% થયો છે. ઈ. પૂ. 300 વર્ષ પહેલાં ભારતમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ખૂબ સારી હતી. ભગવાન મનુ જણાવે છે કે ઉપાધ્યાયથી આચાર્ય દસગણા, આચાર્યથી પિતા સોગણા અને પિતાથી માતા હજારગણી વધુ પૂજ્ય છે. આ આદર્શ મુઘલ શાસનકાળ દરમિયાન ભુસાઇ અને ભુલાઇ ગયો. પછી સ્થિતિ વકરતી ગઈ. બંગાળમાં રાજા રામમોહનરાય, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે, ગોપાલ ગણેશ આગરકર અને ગુજરાતમાં વીર નર્મદે આ નારી ઉત્થાન માટે ઉત્તમ પ્રયાસો કર્યા. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થતાં ભારતને આઝાદી મળી. હિંદુ કોડ બિલ બનાવી મહિલાઓની સ્થિતિ સુધારવા પ્રયત્ન આદર્યો. જો કે તાજેતરમાં મહિલા બીલ પાસ ન થયું. સ્ત્રીઓએ આત્મરક્ષણ (Self-Defense) માટે મુશ્કેલીના સમયે તુરંત પોલીસ સહાય મેળવવા માટે નંબરો હંમેશાં હાથવગા નહીં હૈયાવગા રાખો. હુમલો કરનારની આંખો, નાક, ગળું, ઘૂંટણ અને ગુપ્ત ભાગો પર વાર કરો. હથેળીનો ઉપયોગ મુક્કો મારવાને બદલે હથેળીના નીચેના મજબૂત ભાગથી હુમલાખોરના નાક કે ગળા પર પ્રહાર કરો. સુરક્ષા માટે હંમેશા મોંઘા સાધનોની જરૂર નથી હોતી, તમારી બેગમાં રહેલી વસ્તુઓ જ તમારું રક્ષણ કરી શકે છે, ચાવીઓને આંગળીઓની વચ્ચે પકડીને પંચ તરીકે ઉપયોગ કરી શકો. હુમલાખોરના હાથ કે ગળા પર સેફ્ટી પિન કે પેનથી તીક્ષ્ણ પ્રહાર કરી શકો છો. મુસાફરી દરમિયાન પેપર સ્પ્રે હંમેશાં હાથવગું રાખો અને હુમલાખોરની આંખોમાં છાંટો. કોઈ શંકાસ્પદ દેખાય તો ચૂપ રહેવાને બદલે મોટેથી બૂમો પાડો. હંમેશા આત્મવિશ્વાસથી ચાલો કેમ કે નબળા દેખાવથી ગુનેગાર તમને ટાર્ગેટ સમજે છે. રાત્રે ઓટોમાં જતા સમયે તમારા પરિવાર સાથે લાઈવ લોકેશન શેર કરો. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ હેઠળ કરાટે અને જુડોની બેઝિક તાલીમ આપવામાં આવે છે. આજે દરેક સ્ત્રીએ આત્મરક્ષણની ABCD શીખવી અનિવાર્ય છે. એકવાર સત્યાગ્રહ છાવણીમાં હિંસક શસ્ત્ર રાખીને ફરતી સત્તરેક વરસની એક છોકરી સામે સૌએ વિરોધ નોંધાવ્યો. વડીલોએ કહ્યું કે ‘ગાંધીબાપુ પાસે અમે ફરિયાદ કરીશું’ ત્યારે છોકરીએ કહ્યું કે ‘સ્વરક્ષણ માટે સ્ત્રીઓએ હથિયાર રાખે એમાં ખોટું શું છે? તમે શું ફરિયાદ કરવાના? હું જ સામે ચાલીને બાપુને આ વાત જણાવીશ.’ ગાંધીજી રાજકોટ આવ્યા એટલે છોકરી રાજકોટ પહોંચી. અનેક લોકોથી બાપુ ઘેરાયેલા હતા. બાપુ એકલા પડ્યા એટલે છોકરી પહોંચી ગઈ. પોતાની કમરમાં રાખેલી કટાર બાપુના ખોળામાં મૂકીનેને જણાવ્યું કે ‘હું અનેક અજાણ્યાં ગામોમાં સ્ત્રીઓને ગાંધીસંદેશ પહોંચાડું છું એટલે સ્વરક્ષણ માટે હથિયાર રાખે છું, આપ કહો તો નહીં રાખું’ બાપુએ રાજી થઇને કહ્યું ‘તારી વાત મને ગમી છે, તું તો હથિયાર રાખ જ પણ આ સ્વરક્ષણની કળા તું બીજી બહેનોને પણ શીખવ.’ એ યુવતીએ બાપુની આજ્ઞાનું પાલન કરી બહેનોના આત્મરક્ષણ માટે આજીવન કર્યું, એ વિચારબીજ વટવૃક્ષ થઇ સાપુતારામાં ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ સ્વરૂપે પાંગર્યું. એ યુવતી એટલે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આજીવન સેવાધારી પૂર્ણિમા પકવાસા. આવજો પોતાની જાત પ્રત્યે કડક માણસ ભાગ્યે જ નિષ્ફળ જાય છે. - કન્ફયુશિયસ }
    Click here to Read More
    Previous Article
    અસ્તિત્વની અટારીએથી:AIનું સાવધાનીભર્યું સ્વાગતમ્
    Next Article
    લક્ષ્યવેધ:સ્કૂલે ગયા વગર સનદી અધિકારી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment