Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ:અધિકારીની સરખામણી શ્વાન સાથે કરી, લખ્યું, અધિકારી નાગરિકોની સેવા નહીં પણ એક પક્ષના નેતાની આગળ પાછળ ફરે છે

    1 day ago

    સંસ્કારી નગરી વડોદરાનું રાજકારણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક અત્યંત વિવાદસ્પદ પોસ્ટને કારણે ગરમાયું છે. વડોદરા કોંગ્રેસના કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા શહેરના એક ઉચ્ચ વહીવટી અધિકારીને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલી પોસ્ટ બાદ નવો વિવાદ શરૂ થયો છે. આ વિવાદનું મુખ્ય કારણ એઆઈથી જનરેટ કરાયેલી એક તસવીર છે. જેમાં વડોદરાના એક મુખ્ય હરોળના અધિકારીની સરખામણી શ્વાન સાથે કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. નાગરિકોની નહીં પણ પાર્ટીની સેવા કરતા હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતા સ્વેજલ વ્યાસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખાણ સાથે AIથી તૈયાર કરાયેલો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટતા કરવાનો દાવો કરતા લખ્યું હતું કે, "આ કોઈ વ્યક્તિગત વ્યક્તિ કે શહેરના કોઈ નાગરિક માટે ટિપ્પણી નથી. આ વડોદરાના એક મુખ્ય અધિકારીની વાસ્તવિક છબિ પ્રસ્તુત કરી રહ્યો છું. જે અધિકારી લાખો નાગરિકોની ચિંતા, સુવિધા કે સેવા માટે નહીં, પરંતુ એક પાર્ટીના પ્રમુખની આગળ-પાછળ બિસ્કિટની લાલચમાં વધારે પડતો આજકાલ ફરતો દેખાય છે." પોસ્ટમાં કોઈનું નામ નથી પણ બધા જ જાણે છે આ ટિપ્પણીની સાથે વાયરલ થયેલી એઆઈ જનરેટેડ તસવીરમાં જે સાંકેતિક ચિત્રણ કરવામાં આવ્યું છે, તેમાં અધિકારીને ચાપલૂસી કરતા અને એક પક્ષના પ્રમુખના ઈશારે કામ કરતા દર્શાવવામાં આવ્યા છે. તસવીરમાં શ્વાનનું પ્રતિકાત્મક ચિત્ર મૂકવામાં આવ્યું છે. આ પોસ્ટ વાયરલ થતાં જ વડોદરા મહાનગરપાલિકા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જોકે આ પોસ્ટમાં કોઈ પણ અધિકારીનું સીધું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ વડોદરામાં હાલ ચાલી રહેલી ગતિવિધિઓ અને વહીવટી નિર્ણયોને ધ્યાનમાં રાખીને આ કટાક્ષ કયા અધિકારી પર કરવામાં આવ્યો છે તે અંગે સહુ કોઈ જાણકાર છે. સત્તાપક્ષ અને વિપક્ષ બંનેમાં આંતરિક ગણગણાટ હાલ તો આ વિવાદિત પોસ્ટના કારણે કેટલાક ભાજપના અને કોંગ્રેસના કાર્યકરોમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને લઈને આંતરિક વર્તુળોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. કેટલાંક સ્થાનિક કાર્યકરો આને સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચેની સાટાગાંઠ સામેનો આકરો પ્રહાર ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓની છબી ખરડાતા કાનૂની કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર એઆઈ જનરેટેડ ઈમેજનો ઉપયોગ કરીને રાજકીય કે વહીવટી નેતાઓને નિશાન બનાવવાનો આ પ્રકારનો કિસ્સો વડોદરામાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    '56 ઈંચની છાતી હોય તો દિવસે બેનરને અડજો':'છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવે તો કોંગ્રેસના આગેવાનો નહીં', ગાંધીનગરમાં ગેનીબેને કહ્યું-'એટલે શું આ પોલીસના બાપની પેઢી છે'
    Next Article
    વઢવાણના ખેડૂતે પ્રાકૃતિક હળદરનું મૂલ્યવર્ધન કરી બ્રાન્ડ બનાવી:4 એકર જમીનમાંથી વાર્ષિક 11 લાખ રૂપિયાની આવક મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment