Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોની સુવિધામાં વધારો:પ્રતાપનગર-લાલ કુઆંની સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાશે

    2 days ago

    પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર-લાલકુઆં સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવનાર છે. ટ્રેન નંબર 9119 પ્રતાપનગર-લાલકુઆં સ્પેશિયલ રવિવારે પ્રતાપનગર રેલવે સ્ટેશનેથી સાંજે 5 વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12.45 કલાકે લાલકુઆં રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. આ ટ્રેન 3 મે 2026થી 28 જૂન 2026 સુધી ચાલશે. આ જ રીતે, ટ્રેન નંબર 9120 લાલુકુઆં-પ્રતાપનગર સ્પેશિયલ ટ્રેન સોમવારના રોજ લાલકુઆં રેલવે સ્ટેશનથી બપોરે 15:50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.30 કલાકે પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચશે. આ ટ્રેન 4 મે 2026થી 29 જૂન 2026 સુધી ચાલશે. ટ્રેન નંબર 9119નું બુકિંગ 2 મેના રોજ તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપર પણ શરૂ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વડોદરા ખાતેથી ઉત્તરાખંડ તરફની વધુ એક ટ્રેન શરૂ કરવા માટેની માંગ મુસાફરો થકી ઊભી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન હોવાથી તેને વિશેષ ભાડાથી સંચાલિત કરવામાં આવનાર છે. લાલ કુઆં એ નૈનિતાલ, કુમાઉનો પ્રવેશદ્વાર હોવાથી નિર્ણય 1. લાલકુઆ એ ઉત્તરાખંડના નૈનીતાલ, હલ્દવાની અને કુમાઉ વિસ્તારનો મહત્વનો પ્રવેશદ્વાર છે. વડોદરા અને આસપાસના વિસ્તારના પ્રવાસીઓ જેઓ નૈનીતાલ કે ભીમતાલ જેવા હિલ સ્ટેશન પર ફરવા જવા માંગતા હોય, તેમને સીધી ટ્રેન સુવિધા પૂરી પાડવી એ મુખ્ય હેતુ છે. 2. આ સમયગાળા દરમિયાન હરિદ્વાર, ઋષિકેશ અને ચારધામ યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી હોય છે. લાલકુઆ સુધીની ટ્રેન આ વિસ્તારના પ્રવાસીઓ માટે પરિવહનનો એક સચોટ વિકલ્પ પૂરો પાડે છે. 3. વડોદરા અને ઉત્તર ભારત વચ્ચે વિદ્યાર્થીઓ અને વેપારીઓની અવરજવર મોટી સંખ્યામાં હોય છે. 4. પ્રતાપનગર સ્ટેશનને ટર્મિનલ તરીકે વિકસાવવાથી મુખ્ય વડોદરા સ્ટેશન પરનું ભારણ પણ ઓછું કરી શકાય છે. રાજસ્થાન-યુપીના મહત્ત્વનાં સ્ટોપેજ અપાયાં આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ જંકશન, કોટા જંકશન, ગંગાપુર સિટી, ભરતપુર જંકશન, મથુરા જંકશન, હાથરસ સિટી, કાસગંજ જંકશન, બહેડી જંકશન અને કિચ્છા સ્ટેશનો પર રોકાશે.
    Click here to Read More
    Previous Article
    AI બિઝનેસ ડેટિંગ પ્લેટફોર્મ એપ કરાઈ લોન્ચ:વેપારીઓનો ‘ડેટા સેતુ’, ટેક્નોલોજી અને વાસ્તવિક બિઝનેસ વચ્ચેનો ગેપ દૂર કરશે
    Next Article
    હોલ ટિકિટ વગર વિદ્યાર્થીઓ અટવાયા:મ.સ.યુનિ.નું સર્વર ડાઉન,કોમર્સ-આર્ટ્સના 8 હજાર છાત્રે આધારકાર્ડ બતાવી પરીક્ષા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment