Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:મોરનાં ઈંડાંને ચીતરવા ન પડે! પણ મોર ઈંડાં આપે?

    1 day ago

     17માં વર્ષમાં પ્રવેશે એને ‘સ્વીટ સિક્સટીન’ કહેવાય, તો 51માં પ્રવેશે એને?(ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - ફાસ્ટ ફિફ્ટી  તમે સિનિયર સિટિઝન થયા પછીય કૂકરની સિસોટીઓ હજી ગણવી પડે છે? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - ઘણી વાર જાતે જ સિસોટી વગાડી લઉં છું, વહેલા છૂટવા માટે!  પત્ની વારંવાર આપણો મોબાઈલ ચેક કરતી હોય તો શું કરવું? (મહાસુખ દરજી, અમદાવાદ) - કાં મોબાઈલ બદલો ને કાં પત્ની બદલો!  રાજ કપૂરે ફિલ્મ ‘આગ’ પછી ‘બરસાત’ કેમ બનાવી? (અમૃત સોલંકી, બોટાદ) - હા, પણ પછી ‘આહ’ નીકળી ગઈને!  ઘણા લોકો સૂપનેય ફૂંકો મારી મારીને પીએ છે... બોલો! (હિતેશ દમણિયા, સુરત) - હા, પણ સૂપને સ્ટ્રોથી ન પીવાય! બા ખિજાય!  ભારતને ટેકો આપતા દેશોનું દેવું પાકિસ્તાન કદી ચૂકવશે નહીં, એવો એણે દાવો કર્યો છે!(દીપક આશરા, મુંબઈ) - એના બાપનું રાજ ચાલે છે?  જીવનમાં વસંત ક્યારે આવે?(શશિકાંત મશરૂ, જામનગર) - તે... શું વસંતિયો ઘેરથી ભાગી ગયો છે?  શું એકસાથે બે ઘોડાની સવારી કરી શકાય? (સુશીલ વર્મા, અમદાવાદ) - એના કરતાં મીટર મુજબ રિક્ષા કરી લોને! એકેય ઘોડો ભડકે તો નહીં!  આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી કેમ ગઈ છે? (શિવમ યાજ્ઞિક, રાજકોટ) - સંખ્યા ઘટાડીનેય શું ફાયદો?  પોસ્ટમેન અને ડિલિવરી-બોય વચ્ચે શું ફર્ક?(જીતેન્દ્ર કેલા, મોરબી) - પોસ્ટમેન આખા મહિનામાં એક ટપાલેય ન નાખે તો એની નોકરી ચાલુ રહેવાની છે.... પેલાએ દિવસમાં 20-25 ડિલિવરીઓ કરાવવાની હોય છે!  શું મજૂરનાં બાળકો કરતાં નામાંકિત લોકોનાં બાળકો પર ભણવાનું દબાણ વધારે હોય છે?(સુનીલ વર્મા, અમદાવાદ) - સચિન કે બચ્ચનો ગ્રેજ્યુએશનથીય આગળ વધ્યા નથી.  કોઈ ચાર-પાંચ વાચકોના સવાલો દર વખતે કેમ આવે છે? (મીતા હિ. ત્રિવેદી, વડોદરા) - એ બધા સવાલ પૂછ્યા વગર ઘેર બેઠા જવાબની આશા રાખતા નથી!  તમને એવો કયો સવાલ પૂછીએ, જેનો જવાબ તમારી પાસે ન હોય? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - બસ. મને પૂછી જુઓ, ‘અશોક દવે, તમે સ્માર્ટ છો?’  વાડકી વ્યવહાર પ્રથા લુપ્ત થતી જાય છે. શું કારણ?(પ્રવીણ મહેતા, કેશોદ) - શરાબ વાડકીમાં પીવાતો નથી.... એટલે એ પ્રથા હજી જીવંત છે! વાઇફોને બંને વગર ચાલે નહીં!  આપણે મૂંગી વ્યક્તિ સાથે ઝઘડો કરીએ તો કોણ જીતે? (અવિરત પટેલ, ભાવનગર) - મેં કોઈ જવાબ આપ્યો?  શું મીડિયા પાસે નેતાઓ કરતાં વધુ માહિતી હોય છે? (પરેશ અંતાણી, રાજકોટ) - શેની માહિતી? એ તો સ્પષ્ટ કરો!  ગુજરાતમાં દારૂબંધી શા માટે?(અશ્વિન મોરે, વડોદરા) - બધાને ખબર છે કે નેતાઓને પૈસા, ‘બંધી’માંથી વધારે મળે છે, ‘છૂટ’થી નહીં!  પહેલગામ ઘટના પછી તમારી પ્રતિક્રિયા કેવી હતી? (મીતેશ શાહ, વડોદરા) - એક હિંદુને હોવી જોઈએ, એવી!  વર-કન્યા લક્ષ્મી નારાયણના સ્વરૂપમાં હોવા છતાં ઝઘડા કેમ કરે છે?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - ઝઘડો કર્યો ન હોય, એવો વર તો જાવા દિયો… એવી એક કન્યા તો બતાવો!  નવદંપતીઓ પરના ચીપ જોક્સ સાંભળીને છૂટાછેડાનું પ્રમાણ વધ્યું નથી? (ડૉ. નીરજ પંડિત, વડોદરા) - ઝઘડો કરવા માટે જોક્સનું ચીપ હોવું જરૂરી નથી!  ‘દેવું કરીને ઘી પીઓ’, એ કહેવત યુદ્ધને લાગુ પડે?(ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા) - હું તો વગર યુદ્ધે દેવાં કરી ચૂક્યો છું. એમાં આવડત જોઈએ!  ગોરધન અને ગોળ વચ્ચે શું ફર્ક? (આદિત્યરાજસિંહ ગોહિલ, વરતેજ-ભાવનગર) - વાઇફોને બંને વગર ચાલે નહીં.  આજના યુવાનોને શેની તાન ચઢી છે?(મહેન્દ્ર બાવળા, વિંઝોલ) - તમારે મને આ સવાલ 40 વર્ષ પહેલાં પૂછવા જેવો હતો!  ભૂત આપણને બિવડાવવા જ કેમ આવે છે? વાતો કરવા કેમ નહીં? (શંભુ ખાંટ, અરવલ્લી) - આવો. વાતો કરીએ!  દાળવડાં ચોમાસામાં ખાવાની વધુ ઇચ્છા કેમ થાય છે? (હિમંત પારધી, સુરેન્દ્રનગર) - ક્યાંય વાંચ્યું, ‘અશોક દાળવડાં સેન્ટર’?  એક સવાલનો જવાબ આપવાના કેટલા રૂપિયા લેશો? (રૂપમ ધાંધલા, દિહોર-તળાજા) - બોલો.... બીજો સવાલ!  મોબાઈલનો ઉપયોગ કેમ વધી ગયો છે?(કિરણ મોવડિયા, માણસા) - ગોગલ્સથી મેસેજો ન મોકલાય!  તમારા જીવનનો કયો તબક્કો પાછો લાવવા ઈચ્છશો? (યશ નાયી, મહેસાણા) - એ જરા મોંઘું પડે! એ તબક્કાથી આજ સુધીનું ફરી જીવવું પડેને?  ‘એન્કાઉન્ટર’ના તમારા ફોટામાં તમે રઝા મુરાદ જેવા લાગો છો! (ભાવેશ પરમાર, આણંદ) - જીવતો રહો...!  શું ભારત-પાક. વચ્ચે શાંતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે છે? (મૂળજી પટેલ, વડોદરા) - ટ્રમ્પ એના ઘરમાંય શાંતિ લાવી શક્યા નથી!  ચાની બ્રાન્ડનું નામ વાઘ-બકરીને બદલે પતિ-પત્ની રાખ્યું હોત તો? (મધુકર માંકડ, રાજકોટ) - શું કામ પણ તમારે ચાનો સ્વાદ બગાડવો છે?  છોકરાઓ બહુ લોહી પીતાં હોય તો શું કરવું? (હેતલ રાવલ, અમદાવાદ) - વરજી ઉપર તમારું ખાસ કાંઈ ચાલતું લાગતું નથી!
    Click here to Read More
    Previous Article
    માનસ દર્શન:પ્રેમાનંદના પડાવ
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:તમે ચંદન, તમે કુંદન, તમે રેશમ, તમારા સમ,તમે ગંગા,જમના તણો સંગમ; તમારા સમ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment